લો.. હવે તમે હોટલમાં કેટલું ખાશો તે સરકાર નક્કી કરશે!

નવી દિલ્હીઃ દેશમાં ખાવાનો મોટા પાયા પર ખોટો  વ્યય થઇ રહ્યો છે ત્યારે તેની પર  લગામ લાદવા પર કેન્દ્ર સરકાર વિચારી રહી છે. સરકાર એ બાબતે વિચાર કરી રહી છે કે હોટલ રેસ્ટોરામાં ઉપભોક્તાઓને કેટલું ભોજન આપી શકાય. ખાદ્ય મંત્રાલય આ બાબતે હવે હોટલ અને રેસ્ટોરાને એક પ્રશ્નાવલી તૈયાર કરીને મોકલી આપશે. જેમાં જણાવવા આવશે કે ઉપભોક્તાઓને કેટલું ભોજન પીરસવામાં આવે.

કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાનનું કહેવું છે કે જો એક વ્યક્તિ માત્ર બે જીંગા  કે પરોઠા ખાય તો તેને કેમ 6 પિરસવામાં આવે? જો એક વ્યક્તિ બે ઇડલી ખાય તો તેને ચાર કેમ પિરસવામાં આવે?  તે ખાવાની બરબાદી સાથે પૈસાની પણ બરબાદી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “મન કી બાત”માં દેશમાં થઇ રહેલાં ભોજનના વ્યય પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તેને સામાજીક ખરાબી ગણાવી હતી.

પ્રધાનમંત્રી મોદીની ચિંતાને વર્ણવા સાથે રામ વિલાસ પાસવાને કહ્યું છે કે મંત્રાલય આ મામલે જલ્દી હોટલોને દિશા  નિર્દેશ કરશે કે ઉપભોક્તાને કેટલા પ્રમાણમાં ખોરાક પિરસવામાં આવે. આ નિયમ માત્ર સ્ટાડર્ડ હોટલો પર જ લાગુ પડશે. ઢાબા આ દાયરાની બહાર છે. જે સામાન્ય રીતે થાળી પિરસે છે.

http://sambhaavnews.com/

You might also like