પુલવામા હુમલા બાદ હાલત ખૂબ ખરાબ, ભારત મોટી કાર્યવાહીની તૈયારીમાં: ટ્રમ્પ

(એજન્સી) વોશિંગ્ટન: પુલવામામાં સીઆરપીએફના જવાનો પર કાયરતાપૂર્ણ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ ખરાબ અને ખતરનાક ગણાવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે, તેમને લાગી રહ્યું છે કે, આ મામલે હાલ ભારત કોઈ મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

વોશિંગ્ટન સ્થિત ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે જે અશાંતિ પ્રસરી છે, તે ખૂબ ખતરનાક છે. આ સ્થિતિ ખૂબ ખરાબ છે.

અમે ઈચ્છીએ છીએ કે તેમની વચ્ચેનો તણાવ જલદી ખતમ થાય. થોડા દિવસ પહેલાં જ ભારતે પુલવામા હુમલામાં અંદાજે ૪૦ જવાન ગુમાવ્યા છે અને હવે તે ખૂબ કડક પગલાં ભરવા જઈ રહ્યું છે તેવી અમારી પાસે માહિતી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, પુલવામા હુમલા બાદ હવે ભારત પાકિસ્તાન સામે કોઈ મોટી અને કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. કાશ્મીરમાં જે કંઈ થયું તેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો મુશ્કેલીમાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી. જૈશનો ચીફ કુખ્યાત આતંકી મૌલાના મસૂદ અઝહર છે, જેની ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી ભારત છેલ્લા ઘણા સમયથી કરતું આવ્યું છે.

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવીને તેની સામે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું હતું. ભારતે સૌપ્રથમ પાકિસ્તાનને આપવામાં આવેલો ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો છીનવી લીધો હતો. આ ઉપરાંત પાકિસ્તાનથી આવતા સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટીને ૨૦૦ ટકા સુધી વધારી દેવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ પુલવામા હુમલાની આકરી ટીકા કરી હતી. યુએનએસસીએ આતંકી સંગઠન જૈશનો સીધો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ હુમલા પાછળ જેનો પણ હાથ હોય તેની સામે કડક કાર્યવાહી કરીને પુલવામા હુમલાના ગુનેગારોને સજા મળવી જ જોઈએ.

પાકિસ્તાનના અર્થતંત્ર પર અમેરિકાનો હુમલો : ટ્રમ્પે ૧.૩ બિલિયન ડોલરની સહાય રોકી
પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવે અમેરિકાએ પાકિસ્તાનના અર્થતંત્ર પર મોટો હુમલો કરીને ભારતને સમર્થન જાહેર કર્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આપવામાં આવતી ૧.૩ બિલિયન ડોલરની સહાયની ચૂકવણી રોકી દીધી છે.

તેમણે જણાવ્યું હતું કે, મેં પાકિસ્તાનને આપવામાં આવતી ૧.૩ બિલિયન ડોલરની સહાયની ચૂકવણી રોકવાનો નિર્ણય લીધો છે. અમે પાકસ્તાન સાથે થોડી બેઠક કરવાના છીએ. ત્યારબાદ જ આ સહાયની ચૂકવણી અંગે વિચારીશું. પાકિસ્તાનને આ બહુ મોટો આર્થિક ફટકો છે. આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાન સાથ આપતું ન હોવાથી ટ્રમ્પ પ્રશાસને આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

divyesh

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

9 hours ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

10 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

11 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

11 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

11 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

11 hours ago