આવી ગયો 8GB રેમવાળો સ્માર્ટફોન, Vernee Apollo 2માં હશે 40 મેગાપિક્સલ કેમેરા!

કંઝ્યુમર ઇલેક્ટ્રોનિક શોમાં ચીનની કંપની Verneeએ એક મોટું એલાન કર્યું છે. તેના જણાવ્યા પ્રમાણે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન પાવરફૂલ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે જેમાં સૌથી ફાસ્ટ પ્રોસેસર MediaTek X30 લગાડેલું હશે. 26 ફેબ્રૂઆરીથી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસની શરૂઆત થઈ રહી છે અને આ પહેલા ટ્વીટર પર આ ડિવાઇસની માહિતી સામે આવી રહી હતી. ટ્વીટર યુઝર રોલેન્ડ ક્વાન્ડન્ટ જે સ્માર્ટફોનની ખબરો લીક કરે છે તેણે આ માહિતી આપી છે.

કંપનીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર Apollo 2 સ્માર્ટફોનનો ફોટો ટ્વીટ કર્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે આ દુનિયાનો પ્રથમ Helio X30 પ્રોસેસરવાળો સ્માર્ટફોન છે. Verneeના જણાવ્યા પ્રમાણે આ સ્માર્ટફોનના બે વેરિયન્ટ હશે, જેમાંથી એક છે 6જીબી રેમ સાથે 64જીબીની ઇંન્ટર્નલ મેમરી જ્યારે કે 8જીબી રેમ સાથે 128જીબીની ઇન્ટરન્લ મેમરી આપવામાં આવી છે. આ સિવાય આ ડિવાઇસમાં ક્વોડ એચડી ડિસ્પ્લે હોવાના સમાચારો પણ છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રથમ સ્માર્ટફોન નથી જેમાં 8જીબી રેમ આપવામાં આવી હોય, પરંતુ હાલમાં Asus કંપનીએ પણ પોતાના ZenFone AR સ્માર્ટફોનમાં 8જીબી રેમ આપવાનું વચન આપ્યું હતું. હાલમાં આ ફોનની કિંમતોનો ખુલાસો નથી કરવામાં આવ્યો, પરંતુ એ સ્પષ્ટ છે કે આ ફોનની ઘણી કિંમત હશે.

You might also like