વેરાવળમા ફીશ એક્ષપોર્ટરનું અપહરણ થયું, કલાકોમાં તો પોલીસે મુક્ત કરાવી લીધા

ગીર સોમનાથના વેરાવળમાં ફીશ એક્ષપોર્ટર ઉઘોગપતિના દિનદહાડે અપહરણની ઘટનાના હાઇવોલ્ટેજ ડ્રામાથી ચકચાર મચી જવા પામી છે. ફીશ એક્ષપોર્ટરનું પૈસા લેતી-દેતીના વિવાદના પગલે અપહરણ થયું હતું. પોલીસે ભીંસ વઘારતા અપહરણકર્તાઓએ ત્રણ કલાકમાં તેમને મુક્ત કર્યા હતા.

અપહરણકારોમાં વેરાવળ-માંગરોળના શખ્સો સામેલ પોલીસે અપહત વેપારીની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે. ગીર સોમનાથના વડામથક વેરાવળ શહેર પોલીસ સ્ટેશનની નજીકથી જ મંગળવારના બપોરે એક ફીશ એક્ષપોર્ટરનું ફિલ્મી ઢબે અપહરણ થતાં પોલીસ તંત્ર ઘંઘે લાગી ગયું હતું.

જો કે પોલીસની ભીંસ વધતા અપહરણકારોએ અપહત વેપારીને માંગરોળ નજીક મુકત કરી નાસી છૂટ્યા હતા. વેરાવળની જી.આઇ.ડી.સીમાં એશીયન સી ફુડસ નામની ફીશ એકસપોર્ટ કંપની ઘરાવતા વેરાવળના હારુન હાજી પંજા ઉર્ફે હારૂન એશીયન બપોરે મોટરસાયકલ પર જઇ રહેલ ત્યારે અજાણી કારમાં આવેલ શખ્સોએ મોટરસાયકલને આંતરી વેપારી હારુન એશીયનને કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા.

વેપારીના કહેવા મુજબ માંગરોળના એક ફીશ વેપારીને ચાર વર્ષ પૂર્વે મચ્છીની રકમ આપી દીઘેલ જના ચેક લેવાના બાકી રહી ગયેલ જે ચેકની ચાર વર્ષ બાદ
ઉઘરાણી શરૂ કરેલ અને છેલ્લા એક અઠવાડીયાથી આ બાબતે તેને હેરાન કરી ધાકધમકી આપવામા આવી રહેલ હતી. આ બાબતે પ્રભાસપાટણ પોલીસમાં ફરીયાદ નોંઘાવેલ છતાં પોલીસે ગંભીરતા ન લઇ યોગ્ય તપાસ ન કરતાં આજે તેનું અપહરણ થયાનો ગંભીર આક્ષેપ લગાવતા ખળભળાટ મચેલ છે.

આ ઘટના સંદર્ભે તપાસનીશ અઘિકારી બી.બી.કોળીના જણાવ્યા મુજબ વેરાવળના ફીશ એકસપોર્ટર હારૂન એશીયનને મચ્છીના પૈસાની લેતી દેતી બાબતે અપહરણ થયેલ જે અંગે શહેરમાં ઘોળાદહાડે અપહરણની ઘટના બનતા પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી ગયેલ અને જીલ્લા પોલીસ અઘિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો દ્વારા જીલ્લાભરમા નાકાબંઘી સાથે અપહરણકારોને કવાયત હાથ ઘરાયેલ હતી અને ગણતરીના કલાકમાં જ અપહત વેપારી મળી આવેલ છે.

હાલ ભોગ બનનાર વેપારી હારૂન એશીયનની ફરીયાદ આઘારે વેરાવળના સીદીક ઝાગા અને માંગરોળના યુનુસ સોરઠીયા સહીત છ અપહરણકારો વિરૂઘ્ઘ અપહરણ સહિતની કલમો અન્યવે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પેસાની લેતી દેતીના મુદ્દે વેરાવળમાં ફીશ એકસપોર્ટરના અપહરણની વાત વાયુવેગે પ્રસરી જતાં વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટી પડયા હતા. પોલીસે ફીશ એક્ષપોર્ટરના અપહરણ થયાની ઘટનામાં ત્વરીત સજાગતથી તપાસ હાથ ઘરી ભીંસ વઘારતા ત્રણ જ કલાકની અંદર અપહરણકારોએ પોલીસના ડરના લીઘે ફીશ એક્ષપોર્ટરને સહી સલામત રીતે મુકત કરી દેતા હારૂનભાઇના ઘર સહિત સમાજના આગેવાનોએ રાહતનો શ્વાસ લઇ પોલીસ કાર્યવાહીને બિરદાવી હતી. –

You might also like