વેંકૈયા નાયડુએ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા

દિલ્હી : નવનિયુક્ત કરાયેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ  રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. તેમજ વેંકૈયા નાયડુ રાજ્યસભાના સભાપતિ તરીકે પદભાર સંભાળ્યો. વેંકેયા નાયડુ 13મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.તેની સાથે ઉપરાષ્ટ્રપતિ પદના શપથગ્રહણ કર્યા બાદ વેંકૈયા નાયડુ સંબોધન કરશે. તે સિવાય ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાજ્યસભા ના સભ્ય પદના શપથ લેશે. અમિત શાહ ગુજરાતમાંથી ચૂંટણી જીતીને રાજ્યસભા પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યાં.

You might also like