ઝાકિરનાં પીસ ટીવી પર પ્રતિબંધની શક્યતા : સરકાર એક્શન મોડમાં

નવી દિલ્હી : મુસ્લિમ ધર્મ પ્રચાર ઝાકિર નાઇકનાં ઉપદેશોનાં વધી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકાર હવે તેની પીસ ટીવી ચેનલ બંધ કરે તેવી શક્યતાઓ છે. માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડૂએ શુક્રવારે સાંજે આ મુદ્દે એક મહત્વની બેઠક બોલાવી હતી. જાણકારી અનુસાર સાંજે 5.30 વાગ્યે બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઝાકિર નાઇકની પીસ ટીવી અને તેનાં જેવા બીજા નોન પરમિટેડ ચેનલ્સની ડાઉન લિંક કરવા અંગે વિચાર કરવામાં આવશે. એટલે કે સરકાર તેવી ચેનલોનાં પ્રસારણ પર પ્રતિબંધ લગાવી શકે છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી એમ વેંકૈયા નાયડૂએ ગુરૂવારે નાઇકનાં ભાષણો વિવાદાસ્પદ ગણાવ્યા હતા. ત્યાર બાદ જ તેને સંકેત આપ્યા હતા કે સરકાર તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે. નાયડૂએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રાલય દરેક વસ્તુનું વિશ્લેષણ કરશે.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ હૂમલામાં આતંકવાદીઓ દ્વારા ઝાકિર નાઇકનાં ઉપદેશોથી પ્રેરિત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ત્યાર બાદથી જ નાઇક પર પ્રતિબંધ લગાવવાની માંગ ચાલુ થઇ ગઇ છે. દિલ્હીથી ભાજપ સાંસદ મહેશગીરીએ એક પત્ર લખીને ગુરૂવારે ગૃહમંત્રી રાજનાથસિંહ પાસે માંગણી કરી હતી. ઝાકિર નાઇકની ચેનલનાં પ્રસારણ પર તત્કાલ પ્રતિબંધ લગાવી દેવો જોઇએ.

બીજી તરફ મુસ્લિમ ઉપદેશકનાં ચેનલ પીસ ટીવીને દેખાડનારા કેબલ ઓપરેટર પર કાર્યવાહી થશે. મહારાષ્ટ્ર સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે જે કેબલ ઓપરેટર પીસ ટીવી દેખાડે છે. તેની તપાસ થશે અને કાર્યવાહી કરવામાં આવશે. દોષીત ઠરેલા લોકોનાં લાઇસન્સ પણ રદ્દ કરવામાં આવશે.

મુંબઇ પોલીસનાં પ્રવક્તાએ જણાવ્યું કે એક સ્પેશ્યલ ટીમ બનાવીને ઝાકિર નાઇકની વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં વિદેશી ફંડીગથી મુદ્દે વગર પરવાનગીએ કેબલ ટીવી પર પ્રસારણ અને વિવાદિત ભાષણ સહિત તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ટુંકમાં જ સરકારને આ રિપોર્ટ સોંપશે.

You might also like