મહેસાણાના રિસોર્ટમાં સ્વિપરે વિદેશી મહિલા સાથે કરી છેડતી

મહેસાણા: ગુજરાતના મહેસાણામાં વિદેશી મહિલાની સાથે છેડતીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેનેજુએલાની આ મહિલા પોતાના 9 સાથીઓ સાથે અહીં ઓનએનજીસીમાં ટ્રેનિંગ માટે આવી હતી.

પોલીસના અનુસાર મહિલા મહેસાણાના સેફ્રની હોલીડે રિસોર્ટમાં રોકાઇ હતી. રાત્રે રિસોર્ટમાં જ એક સ્વીપરે તે વિદેશી મહિલાની સાથે છેડતી કરી.

મહિલાએ કહ્યું કે ‘હું રાત્રે પોતાની રૂમમેટની સાથે રૂમમાં સૂતી હતી, ત્યારે કોઇ અમારા રૂમમાં આવ્યું. તેણે મારી સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો. મેં જોરથી બૂમ પાડી અને ધક્કો માર્યો તો દરવાજો ખોલીને ભાગી ગયો. તે હોટલના રૂમથી સંપૂર્ણરીતે પરિચિત હતો. તેણે રૂમની લાઇટ્સ બંધ કરી દીધી હતી. તે ત્યાં કોન્ડોમ લઇને આવ્યો હતો. જે તેણે મારા રૂમમાં ફેંકી દીધો હતો.’

પીડિતાએ કહ્યું કે ‘અમે હોટલના માલિક પાસે ગયા તો આ વાત માનવા તૈયાર ન થયો. પછી ખબર પદી કે રૂમમાં ઘુસનાર વ્યક્તિ હોટલનો સ્વીપર છે. મેં બૂમો પાડી તેમછતાં પણ કોઇ સિક્યોરિટી ગાર્ડ ત્યાં આવ્યો નહી. અમે તાત્કાલિક પોલીસને જાણ કરી. અમે સીસીટીવી ફૂટેજ પણ જોયા, તે બે-ત્રણ કલાક સુધી ત્યાં ફરતો હતો. તેને ખબર હતી કે કેમેરામાં કેવી રીતે આવે છે.’

મહિલાએ મહેસાણાના લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી ત્યારબાદ આરોપીને પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી કિશોર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહિલાએ દિલ્હી સ્થિત વેનેજુએલાના દૂતાવાસને પણ ઘટનાની જાણકારી આપી છે.

You might also like