નસમાં વહેતા લોહીથી વીજળી ઉત્પન્ન કરશે જનરેટર

બીજિંગ: માણસના લોહીને અણમોલ કહેવામાં અાવે છે. તેને જીવનદાતા પણ માનવામાં અાવે છે. રક્તદાનને મહાદાનની સંજ્ઞા પણ અાપવામાં અાવે છે. અા અંગે અાપણે અત્યાર સુધી ઘણાં બધાં સૂત્રો વાંચ્યા અને સાંભળ્યાં છે. ચાઈનાના ‍વિજ્ઞાનીઅે શરીરની ધમનીઅોનાં વહેતાં લોહીની ઊર્જાને વીજળીમાં પરિવર્તિત કરતું લાઈટ વેઇટ પાવર જનરેટર વિકસાવ્યું છે.

હજારો વર્ષોથી લોકો વિવિધ ઉદ્દેશો માટે વહેતા કે પડતા પાણીની ઊર્જાથી વીજળી તૈયાર કરતા અાવ્યા છે. હવે વહેતા લોહીમાંથી પણ વીજળી પેદા કરી શકાશે. અા માટે ચીનની ફૂડન યુનિવર્સિટીના સંશોધકોઅે એક મિલીમીટર કરતાં પણ નાનાં ફાઈબર તૈયાર કર્યાં છે જે પાતળી ટ્યૂબ કે રક્તવાહિનીઅોમાંથી વીજળી ઉત્પન્ન કરે છે.

ચીનના વિજ્ઞાની દ્વારા તૈયાર કરાયેલા અા ફાઈબરના નિર્માણનો સિદ્ધાંત અત્યંત સરળ છે. તેમાં કાર્બન નેનો ટ્યૂબની એક ક્રમબદ્ધ સારણી સતત એક પોલિમલિક કૌરની ચારે બાજુ લપેટવામાં અાવે છે. કાર્બન નેનો ટ્યુબને એક ઇલેક્ટ્રો એક્ટિવના રૂપમાં જાણવામાં અાવે છે. તેને શીટ્સમાંથી કાપવામાં અને શ્રેણીબદ્ધ કરવામાં અાવે છે. ઇલેક્ટ્રો એક્ટિવ દોરામાં કાર્બન નેનો ટ્યૂબ શીટ્સને અડધા માઈક્રોફોનથી પણ અોછા ફાઈબર કૌરથી તૈયાર કરવામાં અાવે છે.

વિજ્ઞાનીઅે રક્તઊર્જા ઉત્પન્ન કરવા માટે દોરા કે ફાઈબર શેપડ ફ્લુડિક નેનો જનરેટરને ઇલેક્ટ્રોડ્સ સાથે જોડવામાં અાવે છે અને તેને પાણી કે મીઠામાં બોળવામાં અાવે છે. ‍િવજ્ઞાનીના જણાવ્યા મુજબ અા સંશોધન દરમિયાન વીજળી ઉત્પન્ન થઈ તેનાથી ઉત્પન્ન થયેલી વીજળીની ક્ષમતા અન્ય રીતે ઉત્પન્ન થયેલી વીજળીની ક્ષમતા કરતા ૨૦ ઘણી વધુ હતી.
ચીનના વિજ્ઞાનીના જણાવ્યા મુજબ મેડિકલ એપ્લિકેશનમાં તેનો પ્રયોગ લોહીમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરવામાં અાવે છે. વિજ્ઞાનીઅે દેડકાની તંત્રિકાઅો પર તેની તપાસ કરીને સફળ પ્રયોગ કર્યો છે.

You might also like