લંડનમાં કાર ચાલકે રાહદારીઓને લીધા અડફેટે, અનેક લોકો ઇજાગ્રસ્ત

લંડન : લંડનમાં રસ્તા પર ચાલી રહેલા રાહદારીઓને એક કાર ચાલકે અડફેટે લીધા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. બ્રિટેન પોલીસના અનુસાર ઉત્તર લંડનના એક ઝડપથી કાર ચલાવનારે રસ્તા પર ચાલી રહેલા રાહદારીઓ પર કાર ચલાવી તેમને મારવાનો પ્રયત્ન કર્યો જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ માત્ર અકસ્માત હતો કે કોઇ આતંકી સંગઠન દ્વારા કરાયેલો હુમલો હતો.

ઉલ્લેખનીય છે હાલ છેલ્લા ઘણા સમયથી બ્રિટેનમાં આ પ્રકારના હુમલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. 3 જૂને કરાયેલા હુમલામાં 8 લોકોના મોત થયા હતા અને 50થી વધારે ઇજાગ્રસ્ત થયા હતા.

http://sambhaavnews.com/

You might also like