દાણીલીમડામાં ફેબ્રુઆરી સુધી વાહનચાલકોએ વેઠવી પડશે હાલાકી

અમદાવાદ: અમદાવાદ મ્યુાનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગમાં કેટલી હદે અંધેર અને બેદરકારીભર્યો વહીવટ થાય છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે.શહેરનાે દક્ષિણ વિસ્તાર કે જેમાં દાણીલીમડાથી ભૈરવનાથ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. ત્યાં મંગલદીપથી દાણીલીમડા માર્ગ બનાવવાની કામગીરી છેલ્લા એક વર્ષ બાદ પણ કામ પૂરું નથી થયું ત્યારે કોર્પોરેશનના સત્તાધીશ અધિકારીઓ કહે છે કે હજી ફેબ્રુઆરીના અંત સુધીમાં કામ પૂરું થશે જેના કારણે લોકોને બે મહિના સુધી વાહનચાલકોને તેમજ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

દાણીલીમડા વિસ્તારની ગટર લાઈનમાંથી કેબલ પસાર કરવા ડ્રિલિંગ કરવા માટે શાહઆલમ થી દાણીલીમડા સુધી 300 મીટરના રોડમાં મોટી ગટર લાઇનમાં ડ્રેનેજ લાઈન બનાવીને કેબલ નાખવાનું કામ ચાલુ છે અને જેના કારણે કેટલાય સમયથી આ વિસ્તારનો રસ્તો એક સાઈડ બંધ કરવામાં આવ્યો છે.જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે અને આ રસ્તા પર ગમે ત્યાં કોર્પોરેશન દ્વારા ખાડા ખોદી નાખવામાં આવે છે.

દાણીલીમડા પોલીસ સ્ટેશનની બહાર ભૂવો પડ્યો હતો. જેનું કામ હજી અધૂરું છે,,જે કામ પૂરું ન થતાં પોલીસ સ્ટેશનમાં આવવા જવા માટે મુશ્કેલી પડી રહી છે.રસ્તાના કામને કારણે પોલીસને સ્ટેશનમાંથી કોઈ ને ગાડી લઈને તાત્કાલિક જવું હોય જઈ નથી શકતી. પોલીસ સ્ટેશનમાં આવતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પોલીસ સ્ટેશનની બહાર ભૂવાને કારણે ચારે બાજુ બેરિકેડ મૂકી દેતા પોલીસ સ્ટેશનનો રસ્તો બંધ થઇ ગયો છે.તેમજ રોડનું કામ પૂરું ન થતા સ્થાનિક લોકોમાં રોષ છે કોર્પોરેશનને આ વિસ્તારની સમસ્યા ખબર છે તેમ છતાં પણ હજી કાર્ય પૂર્ણ કરવા આવતું નથી,
આયોજનના અભાવે વાહનચાલકો તથા લોકોની હાલાકી દૂર થવાને બદલે વધી છે.

માર્ગની કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવે તેવી લોક માગ છે. શહેરના જાહેર માર્ગ પર સમસ્યા સર્જાતાં ટ્રાફિક વ્યવહારને પણ અસર પહોંચે છે. કોર્પોરેશનના ડે. સિટી ઈજનેર એમ એલ પરમારએ જણાવ્યું કે દાણીલીમડા પાસે 300 મીટરના રસ્તામાં ડ્રેનેજ લાઈન બનાવી તેમાંથી કેબલ નાખવામાં આવી રહ્યો છે. જે બનવાતાં પહેલાં જ મોટો ખાડો ખોદીને કોંક્રિટથી ચેમ્બર બનવવામાં આવે છે.જેના કારણે રસ્તાની સમસ્યા સર્જાઈ છે,પરંતુ ફેબ્રુઆરીના અંત સુધીમાં આ કાર્ય પૂર્ણ થઇ જશે.
http://sambhaavnews.com/

You might also like