ડિનરમાં બનાવો વેજી ક્રીમી મોમોઝ

સામગ્રી:
1 નાની ચમચી રિફાઇન્ડ તેલ
2 મોટી ચમચી ઝીણું સમારેલું લસણ
1 મોટી ચમચી આદુ ઝીણું સમારેલું
3 મોટી ચમચી ડુંગળી ઝીણી સમારેલી
3 મોટી ચમચી ઝીણું સમારેલું કેપ્સીકમ
2 મોટા ગાજર ઝીણાં સમારેલા
3 મોટી ચમચી ગાજર
2 મોટી ચમચી કોર્ન ફ્લોર
4 મોટી ચમચી પનીર
2 મોટી ચમચી લાલસ મરચું
સ્વાદાનુસાર મીઠું
1/2 મોટી ચમચી મરી

મોમોઝ બનાવવા માટે સામગ્રી
2 કપ મેદો
અડધી ચમચી મીઠું
1/4 કપ પીઝા સોસ
1/4 કપ મોઝરેલા ચીઝ
તળવા માટે તેલ

બનાવવાની રીત:
પેનમાં એક કપ પાણી અને કોર્ન નાંખીને 5 મિનીટ સુધી ઉકાળો પછી ચાલી દો.
એક પેનમાં થોડું તેલ ગરમ કરીને પછી એમાં લસણ, આદુ, ડુંગળી નાંખીને સાંતલી લો.
પછી એમાં શાકભાજી નાંખીને 1 મિનીટ સુધી સાંતળો.
એમાં મીઠું, લાલ મરચું, મરી નાંખીને મિક્સ કરો.
શાકભાજીમાં કોર્ન અને પનીર નાંખીને મોટા તાપ પર 1 મિનીટ સુધી પકાવો
તાપ બંધ કરીને મોમોઝમાં ભરેલા સ્ટફિંગને ઠંડું થવા દો.
એક મોટા બાઉલમાં મેદો અને મીઠું બરોબર મિક્સ કરી લો, પછી એમાં થોડું પાણી નાંખીને થોડો મુલાયમ લોટ બાંધી લો.
લોટને કપડાંથી ઢાંકીને 15 મિનીટ માટે રાખો.
હવે એને પાતળું વણી નાંખો અને એની ઉપર પીઝા સોસ લગાવો.
પછી એની કિનારી પર થોડું પાણી લગાવીને એમાં શકભાજીનું સ્ટફિંગ ભરો.
મોઝરેલા ચીઝને એની ઉપર મિક્સચર કરીને એના એક ખૂણાને બીજા ખૂણા સાથે ચોંટાડો
અને પછી મોમોઝને એક બાઉલની જેમ બનાવી લો.
હવે એક વર્તનમાં 1 કપ પાણી રાખો અને ઉપરથી કપડાંથી બાંધી લો, આ કપડાં પર મોમોઝ રાખો અને ઢાંકીને 10 15 મિનીટ સુધી પકાવો.
એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો, પછી પકાવો અને મોમોઝ ગોલ્ડ થાય ત્યાં સુધી તળો.

You might also like