શાકાહારી ભોજનમાં ૮૪ ટકા પ્રોટીનનું પ્રમાણ ઓછું હોવાનો દાવો

ગુવાહાટી: આમ તો સામાન્ય રીતે આપણે જે ભોજન લઈએ છીએ તેમાં પ્રોટીનની માત્રા હોય છે ત્યારે ભારતીય ડાયટિક એસોસિયેશન (આઈડી) તરફથી કરવામાં આવેલા અભ્યાસ પરથી દાવો કરવામાં આવ્યો છે કે શાકાહારી ભોજનમાં ૮૪ ટકા પ્રોટીન ઓછું હોય છે અને આ બાબતે લોકોમાં જાગૃતતા ઓછી હોવાના કારણે તે અંગે જાણકારી મેળવી શકતા નથી.

ભારતીય ડાયટિક એસોસિયેશન (આઈડી) તરફથી કરવામાં આવેલો અભ્યાસ
૯૩ ટકા ભારતીયો એ બાબતથી અજાણ છે કે તેમના માટે પ્રોટીનની આદર્શ જરૂર શું છે? ત્યારે સ્થિતિ એવી છે કે શાકાહારી ભોજનમાં પ્રોટીનની માત્રામાં ખૂબ જ અભાવ છે. આ રીતે જ ૬૫ ટકા માંસાહારી ભોજનમાં પણ પ્રોટીનનો અભાવ છે.

આ પ્રકારના ચિં‌તિત કરનારા આંકડાને જોતાં આઈડીએએ નિર્ણય કર્યો છે કે તે ઉપભોકતાને જાગૃત કરવા માટે એક અભિયાન ચલાવશે કે જેથી તેને પ્રોટીનનું મહત્ત્વ જણાવી શકાય. પ્રોટીન આપણા ભોજનનું એક જરૂરી પોષકતત્ત્વ છે. તેના વિના સારા સ્વાસ્થ્યની કલ્પના કરી શકાય તેમ નથી. પ્રોટીન આપણને ભોજનનું એક જરૂરી તત્ત્વ પૂરું પાડે છે.

You might also like