સ્વાદ અને સેહતથી ભરપુર પનીર વેજિટેબલ પરોઠા….

સામગ્રી : લોટબાંધવા માટે ઘઉંનો લોટ 3/4 કપ, ઘઉંનુ ચોકર-1 ટીસ્પૂન, તેલ1/2 ટી-સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર
ભરણ માટે – બટેકા 2 ટેબલસ્પૂન (ઉબલે-મૈશ્ડ), ગાજર 1/4 કપ (છીણેલું), પનીર-1/4 કપ (છીણેલું), ચુકંદર-2 ટેબલસ્પૂન (છીણેલું), લીલી કોથમરી-1, ટેબલસ્પૂન (જીણુ કાપેલુ), મીઠુ – સ્વાદઅનુસાર, ઘી- 4 ટીસ્પૂન

રીત : લોટ બનાવવા માટે દરેક વસ્તુઓને એક બાઉલમાં નાંખી સારી રીતે મિક્સ કરી લો અને જરૂરિયાત મુજબ પાણી નાંખી સોફ્ટ લોટ ગૂંથી નાંખો. હવે ભરણ મિશ્રણ બનાવા માટે એક બાઉલમાં બટાટા, ગાજર, ચુકંદર, પનીર, લીલી કોથમરી અને મીઠું નાંખી સારી રીતે મિક્સ કરો અને તેના સરખા ચાર ભાગ કરો.

હવે લોટને 4 બરાબર ભાગમાં લોયા બનાવી લો અને લોયાને વણી નાંખો. ત્યારબાદ તેમાં ભરણ મિક્સ કરી સરખી રીતે બંધ કરી ગોળ આકારમાં વણી લો. હવે ગરમ તવા પર પરાઠાને તેની ઉપર મુકીત એક તરફથી શેકી લો અને તેને પલટી તેના પર ઘી લગાવી દો. પરોઠાને ફરી પલટી નાખી ઘી લગાવો અને પરાઠાને બંને તરફથી સારી રીતે શેકી લો. તેને દહી સાથે બાળકોને સર્વ કરો.

You might also like