Categories: Gujarat

શિયાળાની શરૂઆતે શાકભાજીના ભાવમાં ભડકો, ભાજી ખોવાઈ

અમદાવાદ: સામાન્ય રીતે શિયાળાની શરૂઆત થતાંની સાથે જ લીલા શાકભાજીથી બજારો ઊભરાય છે. સામાન્ય સિઝનમાં મોંઘાં મળતાં શાકભાજીના ભાવ શિયાળો આવતાં જ અડધા થાય છે. સારું ચોમાસુ વીત્યું હોવા છતાં શાકભાજીના ભાવ ભડકે બળતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. રીંગણ અને દૂધી સિવાયનાં બધાં જ શાકભાજીના ભાવ રૂ.૮૦થી ૧૫૦ સુધી બોલાઈ રહ્યા છે. આ સિઝનમાં મળતી ભાજી હજુ સુધી બજારમાં દેખાઈ રહી નથી. રૂ.૧૦ની પુણી દીઠ મળતી ભાજીના ભાવ રૂ.૩૦ બોલાઈ રહ્યા છે.

દિવાળી પછી ગુલાબી ઠંડીની સાથે જ બજારમાં ઊંધિયાની સામગ્રીના મુખ્ય ગણાતા પાપડી, વાલોળ, વટાણા, તુવેર સહિતના શાકભાજીથી બજારમાં ઊભરાય છે. પરંતુ અત્યારે કોઈ પણ શાક રૂ.૮૦થી નીચે નહીં હોવાના કારણે તહેવાર બાદ ફરી એક
વાર ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે.

વટાણા, પાપડી, વાલોળ અને કંદના ભાવ રૂ.૧૫૦ સુધી પહોંચ્યા છે તો દાળ-શાકમાં વપરાતાં ટામેટાંનો ભાવ રૂ.૫૦ને આંબ્યો છે અને કોથમીર રૂ.૩૦૦ તો લીંબુ પણ રૂ.૧૦૦ના ભાવની હરીફાઈ કરી રહી છે. આ સિઝનમાં મળતી ભાજી પણ અદૃશ્ય છે. અને મળે છે તો પણ ડબલ ભાવે વેચાઈ રહી છે.

હોલસેલ વેપારીઓનું કહેવું છે કે છેલ્લા એક મહિનાથી પડી રહેલી સખત ગરમીના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
પાછલી સિઝનમાં થયેલો વરસાદ અને ગરમીના કારણે મહારાષ્ટ્રમાંથી આવતાં શાકભાજીની આવક ૫૦ ટકા ઘટી જતા ભાવો ઘટવાનું નામ લેતા નથી. હજુ પણ આગામી ૧૫ દિવસ સુધી ગૃહિણીઓએ શાકભાજીના ભાવ ઘટવા માટે રાહ જોવી પડશે.

શાકભાજીનું હાલનો બજાર
નામ ભાવ (કિલો)
પરવળ રૂ.૮૦થી ૧૦૦
ફલાવર રૂ.૧૦૦થી ૧૨૦
ટામેટાં રૂ.૫૦થી ૬૦
તુવેર રૂ.૧૨૯થી ૧૪૦
પાપડી રૂ.૧૩૦થી ૧૫૦
ગવાર રૂ.૮૦થી ૧૦૦
રીંગણ રૂ.૪૦થી ૫૦
ભીંડા રૂ.૮૦થી ૧૦૦
તુરિયાં રૂ.૭૦થી ૯૦
કોથમીર રૂ.૨૫૦થી ૩૦૦
ચોરી રૂ.૮૦થી ૯૦
દૂધી રૂ.૬૦
કારેલાં રૂ.૮૦
સરગવો રૂ.૮૦
વટાણા રૂ.૧૬૦થી ૧૮૦
રવૈયાં રૂ.૪૦થી ૫૦
કોબી રૂ.૫૦થી ૬૦
મરચાં રૂ.૭૦થી ૮૦
પાલક રૂ.૮૦થી ૧૦૦
મેથીની ભાજી રૂ.૮૦થી ૧૦૦

divyesh

Recent Posts

પ્યાર મેં ધોખાઃ પ્રેમિકાને બદનામ કરવા કોન્સ્ટેબલે અશ્લીલ ફોટાનો સહારો લીધો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બાર વર્ષ સુધી ડિવોર્સી મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ પોલીસ કર્મચારીએ તેના બીભત્સ ફોટોગ્રાફની પ્રિન્ટ…

2 hours ago

1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીમાં 10 ટકા સવર્ણ અનામતનો લાભ મળશે

(એજન્સી) નવી દિલ્હી: સામાન્ય શ્રેણીના આર્થિક રીતેે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ…

4 hours ago

…તો ઇજાગ્રસ્ત પેસેન્જર મુંબઇના બદલે કોલકતા પહોંચી ગયો હોત

(અમદાવાદ બ્યૂશ્રરો) અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા મુંબઇના પ્રવાસીને પાછા ફરતી વખતે અન્ય ફલાઇટમાં બેસાડી દેવાતાં…

4 hours ago

Ahmedabadમાં 800 કરોડના ખર્ચે નવાં આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દેશના ગોવા જેવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય…

4 hours ago

પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના સભ્યો આમને સામનેઃ ત્રણ ઘાયલ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલમાં ગઇ કાલે સાંજે પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતાં સમગ્ર…

4 hours ago

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

4 hours ago