હવે ઘરે માણો ચટપટું વેજીટેબલ્સ અને પાસ્તા સલાડ

જરૂરી સામગ્રીઃ
ઝીણાં સમારેલ ટોમેટોઃ 1/2 કપ
ડ્રાય ઓરેગાનોઃ 1/2 ટીસ્પૂન
ઝીણી સમારેલ કોથમીરઃ 1 ટીસ્પૂન
ઝીણાં સમારેલ લાલ મરચાં: 1/2 ટીસ્પૂન
મીઠું: સ્વાદ અનુસાર
કુક કરેલ વોલ વીટ ફ્યુસિલીઃ 1/2 કપ
કટીંગ કરેલ ગાજરઃ 1/2 કપ
ઝીણી સમારેલ ડુંગળીઃ 1/2 કપ
બાફેલ અને કટીંગ કરેલ બ્રોકોલીઃ 1/2 કપ
કટીંગ કરેલ ટામેટાઃ 1/2 કપ
થોડી બાફેલ અને કટીંગ કરેલ કાકડીઃ 1/2 કપ

રીતઃ
સૌ પ્રથમ તમે ટોમેટો સાલસા બનાવવા માટે એક બાઉલમાં ડ્રાય ઓરેગાનો, બારીક સમારેલ કોથમીર, બારીક સમારેલ લાલ મરચાં અને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને બરાબર રીતે મિક્ષ કરી લેવું.

ત્યાર બાદ આ મિશ્રણને ચમચી વડે થોડું દબાવવું. હવે સલાડ બનાવવા માટે તમે એક બાઉલમાં ટુકડા કરેલ ગાજર (થોડા બાફેલ), બારીક સમારેલી ડુંગળી અને બાફેલ તેમજ કટીંગ કરેલા બ્રોકોલી, કટીંગ કરેલ ટામેટા, થોડીક બાફેલ અને કટીંગ કરેલ કાકડી તેમજ તૈયાર કરેલ ટોમેટો સાલસા નાખીને તેને મિક્ષ કરવું. હવે અડધા કલાક સુધી તેને ફ્રિઝમાં ઠંડુ થવા દેવું. ને ત્યાર બાદ જ તેને સર્વ કરવું.

You might also like