ફળોનો જ્યૂસ નહીં, શાકભાજીનો રસ પીવાથી વજન ઘટે

ફ્રૂટ્સ ભલે ગમે એટલાં હેલ્ધી કહેવાતાં હોય, પણ જ્યારે વજન ઘટાડવાની વાત આવે ત્યારે એનું સેવન સંભાળપૂર્વક કરવું જરૂરી બની જાય છે. ફ્રૂટ્સમાં નેચરલ શુગર સારી એવી માત્રામાં હોય છે એટલે આખાં ફળ ખવાય એ ઠીક છે પણ એનો રસ પીવાનું હિતાવહ નથી. અલબત્ત, વજન ઘટાડવા માગતા લોકોએ પ્યોર વેજિટેબલ્સનો જ્યૂસ કાઢીને પીવો જોઇએ એવું અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચરોનું કહેવું છે. આશરે રપ૦ મિલિલિટર જેટલો તાજાં શાકભાજીનો રસ નિયમિત પીવાથી શરીરને જરૂરી વિટા‌િમન્સ અને મિનરલ્સ મળી રહે છે અને કેલરી પણ ઓછી પેટમાં જાય છે.

You might also like