શાકાહારી ભોજન હૃદયની બીમારીને દૂર રાખે છે

જે લોકો શાકાહારી ખોરાક લે છે તેમને હૃદયની બીમારી થવાનું જોખમ ઓછું રહે છે એવું ઈટાલીની ફ્લોરેન્સ યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રાન્સેસ્કો સોફીનું કહેવું છે. શાકાહારી ખોરાકમાં ઈંડાં અને પ્રાણીજન્ય ખોરાક, જેમ કે દૂધ, ઘી વગેરેનો પણ સમાવેશ છે.

આ સિવાય ભૂમધ્ય સમુદ્રની આસપાસ આવેલા દેશોના લોકોનો ખોરાક પણ શાકાહારી જેવો હોય છે એટલે તેમને પણ હૃદયને લગતી બીમારી થવાની શક્યતા ઓછી રહે છે. શાકાહારી ખોરાકના લીધે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને સારા
કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. આથી સ્ટ્રોકના જોખમમાં ઘટાડો થાય છે.

You might also like