પોતાના ૯૩ વર્ષના ફેનને મળીને વીરુ ભાવુક બન્યો

ચંડીગઢઃ કિંગ્સ ઈલેવન પંજાબનાે મેન્ટર વીરેન્દ્ર સેહવાગ તાજેતરમાં પોતાના ૯૩ વર્ષના ફેનને મળ્યો. વીરુના આ ફેનનું નામ ઓમપ્રકાશ છે, જેને મળ્યા બાદ વીરુ પણ તેમનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો.
ઓમપ્રકાશની વાત સાંભળ્યા બાદ વીરુ ભાવુક થઈને ઓમપ્રકાશને પગે લાગ્યો હતો. આટલી ઉંમર હોવા છતાં પણ ઓમપ્રકાશ વીરુએ રમેલી ઇનિંગ્સને ભૂલ્યા નથી.

સેહવાગે પોતાના આ સૌથી વડીલ ફેન સાથે ઘણી વાર સુધી વાતો કરી અને તેમની સાથે ઘણી તસવીરો પણ પડાવી. આ તસવીરોને વીરુએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી. ઓમપ્રકાશ પટિયાલાથી વીરુને મળવા આવ્યા હતા. ઓમપ્રકાશને પોતાની પસંદગીના ખેલાડી સાથે મુલાકાત કરાવવાનું કામ કિંગ્સ ઈલેવન પંજાબના ટીમ મેનેજમેન્ટે કર્યું.

વીરુએ ટ્વિટ કરતાં લખ્યું, ”ઓમપ્રકાશજી સાથે લાગણીસભર મુલાકાત. તેઓ ૯૩ વર્ષના છે અને મને મળવા પટિયાલાથી સીધા ચંડીગઢ આવ્યા. તેમણે મારા પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો. દાદાજીને પ્રણામ.”

You might also like