નાઇટ ક્લબમાં મસ્તી કરી રહી છે કરીના-સોનમ, VIDEO VIRAL

ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું સોંગ ‘વીરે’ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. 2 મિનિટ 4 સેકન્ડના  2 મિનિટ અને 4 સેકેન્ડના આ વિડિયોને ઝી મ્યુઝિક કંપનીએ યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યુ છે. સૉન્ગમાં કરીના કપૂર અને સોનમ કપૂર પોતાની ગર્લ ગેન્ગ સાથે મળીને ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.

આ સોંગમાં દર્શાવવામાં આવ્યું છે કે ડેઇલી રૂટીનથી કંટાળીને 4 ફ્રેન્ડ્ઝ થાઇલેન્ડની ટ્રિપ પર જાય છે અને ત્યાં ખૂબ જ મસ્તી કરે છે. પૂલમાં મસ્તીથી લઇને આ મિત્રોને નાઇટ ક્લબમાં એન્જોય કરતા જોઇ શકાય છે.

 

શશાંક ઘોષના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ વીરે દી વેડિંગ આ વર્ષે જ 1 જૂને રિલિઝ થશે. ફિલ્મમાં કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તસલાનિયા લીડ રોલમાં જોવા મળશે. આ સોંગમાં વિશાલ મિશ્રા, અદિતિ સિંહ શર્મા, યૂલિયા વંતૂર, ધવનિ, નિકિતા આહૂજા અને પાયલ દેવે વૉયસ આપ્યો છે જ્યારે લિરિક્સ અવનિતા દત્તે લખ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ ફિલ્મના બે સોંગ તારીફા અને ભંગડા રિલિઝ કરવામાં આવ્યા છે.

ફિલ્મના લીડ એક્ટરની જો વાત કરવામાં આવે તો માત્ર સુમિત વ્યાસ જ છે જે લીડ હીરો તરીકે જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને યૂટ્યૂબ પર સારો રિસપૉન્સ મળી રહ્યો છે, લગ્ન પછી સોનમ કપૂરની આ પહેલી ફિલ્મ હશે, જ્યારે કરીના કપૂરની પણ તૈમૂરના જન્મ પછી આ ફિલ્મથી બોલિવુડમાં કમબેક કરી રહી છે.

You might also like