રિપબ્લિક ડે પર જેલમાં આઇટમ સોંગ, ત્રણ સસ્પેંડ

વિજયપુરા: કર્ણાટકના વિજયપુરામાં પ્રજાકસત્તા દિવસના અવસર પર દરગાહ જેલ પરિસરમાં એક મહિલા ડાન્સર દ્વારા આઇટમ ડાન્સ રજૂ કર્યો હતો અને ત્યાર ઉદભેવા વિવાદ બાદ ગુરૂવારે બે જેલ અધિકારીઓ અને એક પોલીસકર્મીને સસ્પેંડ કરવામાં આવ્યા હતા. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

ડીજીપી સત્યનારાયણ રાવે જણાવ્યું હતું કે પોલીસ પોલીસ કમિશ્નરને મળેલા રિપોર્ટના આધારે જેલ પ્રભારી પી.એસ.આંબેડર, વોર્ડન સંપત અને હેડ કોન્સ્ટેબલ ગુંડાલી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલીક ચેનલો દ્વારા બતાવવામાં અવેલા વીડિયોમાં ડાંસર પર નોટોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો.

જાણકારી અનુસાર 38 કેદીઓને તેમના સારા વ્યવહારના લીધે છોડવાના કાર્યક્રમ પહેલાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ આઇટમ ડાન્સ જિલ્લા પ્રભારી મંત્રી એમ.બી.પાટિલ સહિત ઘણા પ્રમુખ લોકો સામે રજૂ કરવામાં આવ્યો હતો. પાટિલે આરોપીઓને રીલિઝ પ્રમાણપત્ર આપ્યા હતા.

You might also like