ફિલ્મ રિવ્યું: વઝીર

વિનોદ ચોપરા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી અને વિધુ વિનોદ ચોપરા નિર્મિત તથા બિજોય નામ્બિયાર નિર્દેશિત ફિલ્મ ‘વજીર’માં શાંતનુ મોઈત્રા, અંકિત તિવારી, પ્રશાંત પિલ્લાઈ અને રોચક કોહલીએ સંગીત આપ્યું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ફરહાન અખ્તર, અદિતિ
રાવ હૈદરી, જોન અબ્રાહમ, નીલ નીતિન મૂકેશ જેવા કલાકારો છે.

ફિલ્મ એવી બે વ્યક્તિની કહાણી છે, જે ન ઈચ્છવા છતાં પણ મિત્રો બની જાય છે. એક છે વ્હિલચેર પર બેઠેલો શતરંજનો ગ્રાન્ડ માસ્ટર તો બીજો બહાદુર એટીએસ અધિકારી છે. દુઃખ અને ભાગ્યનો એક અજીબ વળાંક બંનેને સાથે લઈ આવે છે. બંને એકબીજાને પોતાની જિંદગીનો સૌથી મોટો ખેલ જીતવામાં મદદ કરવાનું નક્કી કરે છે. બીજી તરફ અંધારામાં છુપાયેલો તેમનો ખતરનાક હરીફ રહસ્યમય પરિસ્થિતિમાં ચેકમેટ કરવા તૈયાર છે.

દર્શકોને હંમેશાં વિધુ વિનોદ ચોપરાની ફિલ્મની રાહ રહેતી હોય છે. ‘પીકે’ બાદ તેઓ આ ફિલ્મ લઈને આવ્યા છે. ફરહાન અખ્તર સ્ટારર આ ફિલ્મમાં દર્શકો સામે ઘણાં બધાં એક્શન અને ડ્રામા પીરસવામાં આવશે.

વિધુ વિનોદ ચોપરાએ આ ફિલ્મની સ્ટોરી લખવામાં પાંચ વર્ષનો સમય લીધો છે. પહેલાં આ ફિલ્મનું નામ ‘દો’ નક્કી કરાયું હતું, પરંતુ પાછળથી ‘વજીર’ નામ રખાયું. ફરહાને ખુદ પણ આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે. તેના મૂછોવાળા લુકની પણ પ્રશંસા થઈ રહી છે. ફરહાન પહેલી વાર પોલીસના રોલમાં જોવા મળશે. હવે જોવાનું એ છે કે દર્શકોને આ રોલ કેટલો પસંદ પડે છે.
ફરહાને ફિલ્મ અંગે કહ્યું કે આ ફિલ્મ થ્રિલરના બદલે દિલને સ્પર્શી જતી સ્ટોરી છે. ફિલ્મનો સૌથી વધુ પ્રભાવી ભાગ તેના ઈમોશનલ સીન છે. બચ્ચને આ ફિલ્મ અંગે કહ્યું કે મારા માટે આ ભૂમિકા પડકારરૂપ છે.

You might also like