વેટ ડિપાર્ટમેન્ટે શહેરના સિગારેટ ડીલરોના રિફંડ કલેમ અટકાવ્યા

અમદાવાદ: કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે બહાર આવેલા કૌભાંડના પગલે સિગારેટ ડીલરોના રિફંડ કલેમ અટકાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ખોટી ટેક્સ ક્રેડિટ મેળવીને રૂ.૩૧ કરોડથી વધારે રકમ સિગારેટ ડીલરોએ ઓળવી લીધી હતી. વેટ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવ્યો છે. સિગારેટના ડીલરો સામે લાલ આંખ કરી છે. વેટ ડિપાર્ટમેન્ટનાં સૂ્ત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સિગારેટનું રાજ્ય બહાર બોગસ વેચાણ દર્શાવીને રાજ્યમાં જ સિગારેટના માલનું વેચાણ કરીને કરોડો રૂપિયાની ટેકસ ચોરી આચરી હતી. ડિપાર્ટમેન્ટને આશંકા છે કે હજુ વધુ સિગારેટના ડીલરોએ ખોટા કલેમ કરીને રિફંડ પ્રોસેસ હાથ ધરી છે ત્યારે આવા ખોટા કલેમ પાસ થઈ ના જાય તે માટે ડિપાર્ટમેન્ટે ગંભીરતાપૂર્વક કવાયત હાથ ધરી છે.

You might also like