વેટ વિભાગે GSTની ટ્રેનિંગ માટે અધિકારીઓને જોતર્યા

અમદાવાદ: રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જીએસટી આગામી એપ્રિલ ૨૦૧૭થી આવશે તેવી ગણતરીને ધ્યાનમાં રાખીને અધિકારીઓને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે. વેટ વિભાગનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ઇન્ફોસિસે બનાવેલા જીએસટીના સોફ્ટવેર પ્રમાણે હાલના મોડલ એક્ટ પ્રમાણે સીજીએસટી અને આઇજીએસટી ટેક્સ સંબંધી એન્ટ્રીને લઈને ટ્રેનિંગ અપાઇ રહી છે. અને આ સોફ્ટવેર પર વિભાગના ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનરને ટ્રેનિંગ અપાઇ ચૂકી છે. હવે કોમર્શિયલ ટેક્સ ઓફિસર અને કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટરને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે રાજ્યના વેટ વિભાગના અધિકારીની સાથેસાથે કેન્દ્ર સરકારના એક્સાઇઝ વિભાગના અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેથી ટ્રેનિંગમાં એકરૂપતા જળવાય અને જીએસટીની અમલવારી સમયે દ્વિધા ઊભી થવાની શક્યતા ઓછી રહે.

You might also like