આ સરળ વાસ્તુ ટીપ્સ અપનાવો અને બેરોજગારી દુર ભગાવો

અમદાવાદ : ઘણી વખત એવું થાય છે કે વ્યક્તિ સર્વગુણ સંપન્ન હોવા છતા પણ બેરોજગાર બની જાય છે. તે નોકરી શોધવા માટે જેટલાવધારે પ્રયાસો કરે છે તેટલી નોકરી તેનાથી દુર ભાગે છે. તેના માટેવ્યક્તિ ભાગ્યને જવાબદાર ઠેરવે છે. પરંતુ ભાગ્યને દોષ દેવાના બદલે જો વાસ્તુ શાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે તો લાભ મળી શકે છે.

1. નોકરીમાં ઇન્ટરવ્યુ દેવા જાવ ત્યારે લાલ રૂમાલ અથવા લાલ કપડુ સાથે રાખો. અથવા શર્ટ લાલ પહેરો. તમે જેટલો લાલ રંગનો વધારે પ્રયોગ કરશો તેટલી સફળતાનાં ચાન્સ વધી જશે. જો કે એક બાબત ધ્યાન રાખો કે લાલ રંગ ભડકીલો ન હોય અને સૌમ્ય લાગે.
2. રાત્રે સુતા સમયે બેડરૂમમાં પીળા રંગનો પ્રયોગ કરો. યાદ રાખો કે લાલ, પીળો અને સોનેરી રંગ તમારા ભાગ્યમાં વધારો કરે છે. એટલા માટે હંમેશા તેની સાથે રાખો અને આ રંગોનો વ્યવહાર મહત્તમ કરો.
3. ઉત્તર દિશાની દિવાલને વ્યવસ્થિત કરો. જો આ દિવલ પર કોઇ બિનજરૂરી સજાવટ હોય તો તેને હટાવી દો. સ્ટેશનરીનો સંપુર્ણ સામાન, ઓફીસની જુની ફાઇલો સહિતની વસ્તુઓ ઉત્તર દિશામાં ન રાખો. તે દિશા ખાલી રાખો.
4.ઉત્તર દિશાની દવાલ પર ફુલ લેંથ મિરર રાખો. આ દિશામાં કાચ રાખવાથી તમને વધારે તક મળશે. ઇન્ટરવ્યુમાં પણ સકારાત્મક પરિણામો મળવાની શક્યતાઓવધી જાય છે.
5.ઇન્ટરવ્યું માટે ઘરની બહાર નિકળતા પહેલા જમણો પગ હંમેશા બહાર રાખો. સાથે જ ઘરેથી નિકળતા પહેલા ભગવાન ગણેશની પુજા કરો. તેમને સોપારી ચઢાવો અને પ્રસાદ તરીકે ગ્રહણ પણ કરો.
6. ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિની સામે હાથ અથવા પગ વાળીને બેસવાના બદલે સંપુર્ણ આત્મવિશ્વાસ સાધે બેસો. આ નિશ્ચિત ટીપ્સ બાદ તમને જરૂર નોકરી મળી જશે.

You might also like