ભૂલથી પણ આ ફોટા ના રાખશો ઘરમાં, આવે છે ગરીબી અને દુર્ભાગ્ય

ઘણા લોકોને પોતાની દુકાન અથવા ઘરમાં સુંદર ફોટા લગાવવાના શોખ હોય છે. પરંતુ વાસ્તુ અનુસાર દરેક પ્રકારના ફોટા દુકાન કે ઘરમાં લગાવવા શુભ હોતા નથી. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ફોટા અને ચિત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઘરમાં લગાવવાથી પરિવારનું સુખ છીનવાઇ જાય છે. જો તમારા ઘરમાં એ ફોટા લાગેલા હોય તો તરત હટાવી દો.

1. રડતાં બાળકનો ફોટો
આજ કાલ માર્ડન આર્ટના નામથી ઘણી અજીબ રીતના ફોટોનું ચલણ છે. કેટલાક લોકોના ઘરમાં રડતાં છોકરાઓના ફોટો લગાવવામાં આવે છે. આવી રીતનો ફોટો દુકાન અને ઘરમાં લગાવવાનું ખૂબ અશુભ માનવામાં આવે છે. બાળકને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે બાળકનો રડતો ફોટો લગાવવાથી દુર્ભાગ્ય વધે છે.

2. ડૂબતી હોડીનો ફોટો
ડૂબતી હોડીનો ફોટો તમારા ઘરમાં કોઇ દિવસ રાખશો નહીં. એવું કરવાથી તમારું સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં બદલાઇ જાય છે. કારણ કે તમે આ ફોટાને વારંવાર જોતા હશો તો તમે પણ તમારી લાઇફમાં આવી રીતે ડૂબતા રહેશો એવું માનવામાં આવે છે, તો જો તમારી પાસે આવો ફોટો હોય ઘરમાં તો તેને તરત હટાવી દેવો જોઇએ.

3. મહાભારતનો ફોટો
મહાભારતને હિંદું ધર્મનું સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે, એટલા માટે એને પૂજનીય માનવામાં આવે છે. પૂજનીય હોવા છતાં આ ગ્રેથને ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે, કારણ કે મહાભારત પરીવારના ઝઘડા અને ક્લેશની કહાની છે. આ ગ્રેથમાં થયેલા યુદ્ધ સંબંધિત કોઇ પણ ફોટો ઘરમાં રાખવાથી ઘરમાં તણાવ અને ઝઘડાની પરિસ્થિતિ સર્જાય છે, એટલા માટે આવા પ્રકારનો ફોટો ઘરમાં રાખવો જોઇએ નહીં.

4. તાજમહેલનો ફોટો
તાજમહેલ સુંદર હોવાની સાથે મુમતાઝની કબર પણ છે, એનો ફોટો અથવા શોપીસ રાખવાથી નેગેટીવ ફેલાય છે. આ મોત સાથે જોડાયેલું છે, એટલા માટે એેને ઘરમાં રાખશો નહીં.

5. હિસંક જાનવરોના ફોટા
લોકો આજકાલ પોતાના ઘરની સુંદરતા વધારવા માટે ઘરમાં જાનવરોના ફોટાનો ઉપયોગ કરે છે. આ પેન્ટિંગ તમારા ઘરને સુંદર તો બનાવે છે, પરંતુ આ ફોટા નુકસાનકારક સાબિત થઇ શકે છે. એનાથી ઘરમાં અશાંતિ અને હિંસા વધે છે.

6. કોઇ પણ યુદ્ધનો ફોટો
જો તમારા ઘરમાં પણ અશાંતિનો માહોલ છે, તો ધ્યાન આપો કે તમે તમારા ઘરમાં કોઇ રૂમમાં કોઇ યુદ્ધ કે જાદુગરનો તો ફોટો લગાવ્યો નથી ને, આવું કરવાથી ઘરમાં ખોટો પ્રબાવ પડે છે.

You might also like