આ છોડ ચુંબકની જેમ પૈસાને ઘરમાં લાવે છે ખેંચી….

નવી દિલ્હી:  વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં ઘરમાં સુખ અને શાંતિ તેમજ ધન સંપદા માટે ઝાડ કે છોડને ખાસ મહત્વ આપવામાં આવે છે. ત્યારે આવા જ એક છોડ પ્લાન્ટ કાસૂલાની પણ આગાવી વિશેષતા છે કે તેને ઘરમાં લગાવવાથી આવક વધતી હોવાનું તેમજ આ છોડ ચુંબકની જેમ પૈસા ખેંચી લાવતો હોવાની વાયકા છે.

કાસૂલા નામના આ છોડ અંગે એવી માન્યતા છે કે તેને ઘરમાં લગાવવાથી રૂપિયાની આવક ખૂબ જ વધી જાય છે. અને જે તે પરિવારના સભ્યોને તણાવમાંથી મુકિત તેમજ માનસિક શાંતિ મળે છે. તેને ઝેડ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે.

દક્ષિણ આફ્રિકા અને મોઝામ્બિકમાં જોવા મળતા આ પ્લાન્ટ ઓછી સંભાળ હોવાના કારણે મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. આ છોડનાં પાંદડાં પહોળાં હોય છે. તેને નાનકડી જગ્યામાં પણ રાખી શકાય છે. કાસૂલા અેક ઈન્ડોર પ્લાન્ટ છે અને તેને રોજ પાણી કે તાપની જરૂર પડતી નથી. આ છોડ તેની રીતે ફેલાતો છોડ છે.

આ પ્લાન્ટ ખૂબ જ નાજુક હોય છે. ફેંગશુઈ મુજબ તેને ઘરના મુખ્ય દરવાજા પર રાખવો જોઈએ. કાસૂલા પ્લાન્ટને ઘરમાં લગાવવાથી માનસિક બીમારીઓ દૂર થાય છે. સાથોસાથ જે તે ઘરમાં વ્યકિતની કાર્યક્ષમતામાં ૧૫ ટકા વધારો થઈ જાય છે.

એક અભ્યાસ મુજબ ઘરમાં લગાવવામાં આવેલા આ પ્રકારના પ્લાન્ટથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. અને હાર્ટ પણ તંદુરસ્ત રહે છે. આ ઉપરાંત આ પ્લાન્ટ લગાવવાથી રૂમની ઊર્જાના સ્તરમાં પણ વધારો થાય છે. તેમજ જે તે વ્યકિતની કામ કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. સંશોધનમાં જણાવાયા અનુસાર ઘરમાં લગાવવામાં આવેલા આ પ્લાન્ટથી સંબંધમાં મીઠાશ વધે છે. જ્યારે કાસૂલામાં આવતા સફેદ રંગના ફૂલને જોનારાના મનમાં સકારાત્મકતા અને પ્રેમભાવના વધે છે તેવી પણ માન્યતા છે.

You might also like