ઘરનાં લોકો સતત બિમાર રહેતા હોય તો કરો આ અકસીર ઉપાય

અમદાવાદ : જો તમારા ઘરનાં લોકો વારંવાર બિમાર પડતા હોય, જેનાં કારણે તમે પરેશાન રહેતા હો તો એવી માન્યતા છે કે ઘરના મેઇન ગેટ સાથે જોડાયેલ વાસ્તુનાં કેટલાક ઉપાયો અજમાવીને તમે ઘરનાં લોકોનું દુખ દુર કરી શકો છો.

1. એક માન્યતા અનુસાર જો તમારા ઘરની સામે ઝાડ અથવા થાંભલો હોય તો ઘરનાં મુખ્ય દરવાજા પર રોજ સ્વસ્તીક બનાવો.
2. જો તમારા ઘરના મેઇન ગેટ સામે ખાડો હોય તો પારિવારિક સભ્યોને માનસિક રોગ અથવા તણાવ રહેવાની શક્યતા રહે છે. તેનાંથી બચવા માટે ખાડો માટીથી ભરી દો.
3. જો તમારા ઘરના મેઇન ગેટની સામે કીચ્ચડ અથવા ગંદકી રહેતી હોય તો તમારા પરિવારનાં સભ્યો બિમાર રહી શકે છે. માટે ધ્યાન રાખો કે ઘરની આસપાસ કોઇ પ્રકારની ગંદકી ન થાય. મેઇન ગેઇટની સામે ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.
4. ઘરના મેઇન ગેટની સામે મંદિર કે પુજા સ્થળ પણ ન હોવું જોઇએ. એવું હોય તો ઘરમાં દેવી દેવતાઓ નિવાસ નથી કરતા અને ઘરમાં બિમારીઓ અને દુખ યથાવત્ત રહે છે.
5. ઉપરાંત એવી માન્યતા છે કે જો ઘરમાં રખાયેલ ઝાડ સુકાયેલ રહેતા હોય તો તેનાં કારણે પણ ઘરનાં લોકોને બિમારીઓ થઇ શકે છે. જેથી ઘરમાં રખાયેલા ઝાડનું ધ્યાન રાખો.

You might also like