વસ્ત્રાલ આરટીઓમાં થયેલી હત્યા કેસમાં સાક્ષીનાં નિવદનો ગાયબ!

અમદાવાદ: વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં ડિસેમ્બર 2012ના રોજ કેશિયર ઉપર હુમલો કરીને મોત નિપજવવાના કેસમાં મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવેલા સીઆરપીસી 164નાં નિવેદનો મળી આવતાં નથી. આ અંગેનો સીલ બંધ રિપોર્ટ સેશન્સ જજને મોકલી આપવામાં આવ્યો છે.બીજી તરફ કોર્ટે સીઆરપીસીની કલમ 164 હેઠળ લેવામાં આવેલાં નિવેદનોને લગતા સાક્ષીઓને સમન્સ પાઠવીને જુબાની માટે બોલાવવા માટે નિર્દેશો આપ્યા છે.કાયદાકીય નિષ્ણાતોના મતે જો ખૂન જેવા ગંભીર કેસમાં મહત્વના સાક્ષીનાં નિવદનો ગાયબ થતાં તેનો સીધો ફાયદો આરોપીઓને થઈ શકે છે.

વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં લાઇસન્સ વિભાગમાં કેશિયર તરીકે મનોજ રમણલાલ શાહ ફરજ બજાવતા હતા.જેમને પ્રાઈવેટ એજન્ટ જયેશ વિક્રમસિંહ ચૌહાણને કેશિયરની ચેમ્બરમાં નહીં આવવા માટે જણાવ્યું હતું.જેની અદાવત રાખીને 11-12-2012ના રોજ મનોજ શાહ આરટીઓ કચેરીમાં તેમની ચેમ્બરમાં બેઠા હતા તે વખતે જયેશ ચૌહાણે ચપ્પુ કાઢીને મનોજના પેટમાં ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા.લોહી લુહાણ હાલતમાં મનોજભાઈને એલજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. સારવાર દરમિયાન મનોજભાઈનું મોત નિપજયું હતું.

રામોલ પોલીસે મહેન્દ્ર નયનભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈને જયેશ ચૌહાણ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. પોલીસે પુરાવા એકઠા કરીન કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી.જેમાં મહત્વના સાક્ષીના મેજિસ્ટ્રેટ સમક્ષ ગુનાને લગતા સીઆરપીસીની કલમ 164નાં નિવેદનો લીધાં હતાં. આ કેસ આરોપી સામે સેશન્સ કોર્ટમાં કમિટ થયા બાદ ચાલવા પર આવ્યો હતો.જેમાં સરકારી વકીલ ભાવેશ સોમભાઈ પટેલે નીચીલી કોર્ટમાંથી સીઆરપીસીની કલમ 164 મુજબ લેવામાં આવેલા નિવેદનો મગાવવા માટે કોર્ટને જણાવ્યુ હતુ.જેના પગલે સેશન્સ કોર્ટે નીચલી કોર્ટમાંથી સીઆરપીસીની કલમ 164ના નિવેદનો મગાવવા માટે નિર્દેશો આપ્યા હતા.જે મળી ના આવતાં મેટ્રોપોલિટન કોર્ટમાંથી સીલબંધ રિપોર્ટ આવ્યો હતો.

જેના પગલે સીઆરપીસીની કલમ 164 મુજબ લેવામાં આવેલાં નિવેદનોને લગતા સાક્ષીઓને જુબાની માટે બોલાવા માટે સમન્સ કાઢવા અને સીલ કવરમાં આવેલ નિવેદન અંગે અલગથી હુકમ કરીશ.

ગાયબ થયેલાં નિવેદન ટાડાના કેસમાંથી જ મળી આવ્યાં
હથિયારોની હેરાફરી સહિતના ગંભીર ટાડાના ગુનાઓમાં પકડાયેલા મમ્મુિંમયાં પચ્ચુમિંયાએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ટાડાની જોગવાઈ હેઠળ કબૂલાતનામું આપ્યું હતું.જેનો કેસ સ્પેશિયલ કોર્ટમાં ચાલતો હતો. તે વખતે ટાડાનું નિવેદન શોધવા છતાં મળતું ન હતું. આ વખતે સ્પેશિયલ કોર્ટે નીચલી કોર્ટને ટાડાનું નિવેદન શોધીને મોકલી આપવા માટે નિર્દેશો આપ્યા હતા. આમ સવા વર્ષ સુધી ટાડાનું નિવેદન મળી આવ્યું નહોતું. બીજી તરફ કોર્ટના રેકોર્ડની તપાસ કરતાં તેમાં જ ટાડાનું નિવેદન નિકળ્યું હતું.જેના પગલે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટને જણાવ્યું હતું કે, કોર્ટના રેકોર્ડની ચકાસણી કરતાં તેમાંથી મળી આવ્યું છે.ત્યાર બાદ કોર્ટે મમ્મુમિંયા પચ્ચુમિંયાના કેસમાં પુરાવાનો સ્ટેજ બંધી કરીને દલીલો માટે રાખ્યો છે.

You might also like