વસ્ત્રાલમાં ટોળાનો આતંકઃ દુકાન તેમજ વાહનોમાં તોડફોડ

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ગઇ કાલે બાઇક અને એ‌િક્ટવા વચ્ચે થયેલા સામાન્ય અકસ્માતના કિસ્સાએ ઉગ્રસ્વરૂપ ધારણ કરતાં મામલો બીચક્યો હતો. અકસ્માત બાદ કેટલાંક અસામા‌િજક તત્ત્વોએ એક કોમ્પ્લેક્સમાં રીતસર આતંક મચાવીને એક દુકાન તેમજ વાહનોની તોડફોડ કરી હતી.

વસ્ત્રાલના કાશીનાથપાર્કમાં રહેતા નીલેશ મનસુખભાઇ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે ગઇ કાલે કાશીનાથપાર્ક સોસાયટી પાસે બળદેવભાઇ પ્રજાપતિ અને નિખિલ (રહે. સત્યમનગર, અમરાઇવડી) વચ્ચે વાહન અકસ્માત થયો હતો. નિખિલે બળદેવભાઇને મારવાનું શરૂ કરી દેતાં સ્થાનિકોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ નિખિલ પોતાનું બાઇક લઇને જતો રહ્યો હતો.

થોડાક સમય પછી નિખિલ તેના મિત્રો સાથે આવ્યો હતો અને સમાધાન કરાવવા માટે વચ્ચે પડેલા નીલેશ પટેલ તેમજ અન્ય વ્યકિતઓ પર વસ્ત્રાલ ત્રિદેવ શો‌િપંગ સેન્ટરમાં હુમલો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં દીપેશ પટેલ અને સુનીલ પટેલને સામાન્ય ઇજા પહોંચી હતી. નિખિલને લોકોએ પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો ત્યારે અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

http://sambhaavnews.com/

You might also like