UP માં વાસ્કો-ડી-ગામા એક્સપ્રેસ દૂર્ઘટનાગ્રસ્ત, 3નાં મોત

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ પાસે માનિકપુરમાં વાસ્કો ડિ ગામા એક્સપ્રેસ દૂર્ઘટનાગ્રસ્ત થઇ છે. ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન ગોવાથી પટના જઇ રહી હતી ત્યારે ગોઝારો અકસ્માત થયો હતો. આ દૂર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે 50થી વધાર લોકોને ઇજા પહોંચી છે. જેમાં 7 થી વધારે લોકોની સ્થિતિ ગંભીર છે.

દૂર્ઘટના બાદ રાહતકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દૂર્ઘટના સવારના 4.18 કલાકે બની હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઉત્તર પ્રદેશમાં રેલવે દૂર્ઘટના ઘણી વખત થઇ હતી.  ચિત્રકૂટના ડીએમના જણાવ્યા અનુસાર વાસ્કો ડી ગામા ટ્રેન પટના જઇ રહી હતી. ત્રણ લોકોના મૃત્યુની પુષ્ટી કરી હતી. અલ્હાબાદથી મેડીકલ ટીમને દૂર્ઘટના સ્થળે મોકલવામાં આવી છે તેની સાથે મેડીકલ વેનને પણ રવાના કરાઇ છે.

પ્રાથમિક જાણકારી મુજબ પાટા પર ફ્રેકચરની વાત સામે આવી છે. દૂર્ઘટના બાદ જાણકારી માટે રેલવે દ્વારા 05322226276 અને ચિત્રકૂટ પોલીસ દ્વાર 5198236800 હેલ્પલાઇન નંબર આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહીનામાં જ યુપીના મુઝફ્ફરનગરમાં મોટી રેલ દૂર્ઘટના થઇ હતી.

You might also like