વરુણ અને ટાઈગરને લઈને બનાવવી છે એક ફિલ્મઃ જ્હોન અબ્રાહમ

વિકી ડોનર, ‘મદ્રાસ કેફે’, ‘ફોર્સ-૨’, ‘રોકી હેન્ડસમ’ અને ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’ જેવી ફિલ્મો બનાવનાર અભિનેતા અને નિર્માતા બનેલા જ્હોન અબ્રાહમ માત્ર ખુદને કાસ્ટ કરીને ફિલ્મ બનાવવા ઇચ્છતો નથી. તે કહે છે કે બોલિવૂડનાં તમામ માત્ર એટલે નિર્માતા બને છે, કેમ કે તે ખુદને મજબૂત બનાવી શકે, પરંતુ જ્હોન ખુદની સાથે-સાથે લોકોને પણ મજબૂત બનાવવા ઇચ્છે છે.

જ્હોને કહ્યું કે તે પોતાના પ્રોડક્શન હાઉસમાં જ્યારે કોઇ પણ નવી કહાણી સાંભળે છે અને તેને ડેવલપ કરે છે તો એ આજની નવી ટેલેન્ટ, જેમ કે વરુણ ધવન, ટાઇગર શ્રોફ, રાજકુમાર રાવ અને આયુષ્માન ખુરાનાને ધ્યાનમાં રાખે છે. જો આ કહાણી તેમાંથી કોઇને પણ શૂટ કરે તો તે તેની સાથે કામ કરશે. જો કોઇ મહિલા પ્રધાન કહાણી હોય તો તે રાની મુખરજી અને ડાયના પેન્ટીને ધ્યાનમાં રાખે છે.

જ્હોન કહે છે કે એક પ્રોડ્યૂસર હોવાનાં નાતે મને ખૂબ જ ખુશી થાય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા આવી રહેલા અભિનેતાઓ ખૂબ જ ટેલેન્ટેડ છે. રાજકુમાર રાવ, આયુષ્માન ખુરાના, વરુણ ધવન અને ટાઇગર શ્રોફ સહિત બાકી ઘણાં લોકોની હું ખૂબ જ નજીક છું. આ બધા મારા મિત્રો છે. હું જ્યારે પણ મારા પ્રોડક્શન હાઉસમાં કોઇ કહાણીને પસંદ કરું છું તો આ બધાંને ધ્યાનમાં રાખું છું કે તેમને લઇને ફિલ્મ બનાવી શકું.

હવે એવું થઇ ગયું છે કે મોટા ભાગનાં અભિનેતા ખુદને મજબૂત બનાવવા નિર્માતા બની ગયા છે, પરંતુ મારું માનવું છે કે મારે મારા પ્રોડક્શન હાઉસ દ્વારા ખુદની સાથે-સાથે ઇન્ડસ્ટ્રીનાં અન્ય કલાકારોને પણ મજબૂત બનાવવા જોઇએ. હું ખૂબ જ ક્લિયર છું. બધું મારી આસપાસ કે મારા માટે જ ન થવું જોઇએ.

You might also like