માત્ર સાડા સાત રૂપિયામાં રાગિનીનો થયો વરુણ

જમશેદપુરઃ ફાસ્ટ બોલર વરુણ રેમન્ડ એરોન અને રાગિની સિંહ ગઈ કાલે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયાં. આ લગ્ન જમશેદપુરની રજિસ્ટ્રી ઓફિસમાં થયાં. આ લગ્નમાં વરુણને માત્ર સાડા સાત રૂપિયાનો ખર્ચ થયો. લગ્નનું આવેદન આપવામાં અઢી રૂપિયાનો ખર્ચ થયો હતો અને સોમવારે જ્યારે કોર્ટ મેરેજ થયાં ત્યારે પાંચ રૂપિયાની ફી ભરી હતી. તા. ૪ ફેબ્રુઆરીને સેન્ટ મેરીઝ ચર્ચમાં પરંપરાગત રિવાજ સાથે બંનેનાં લગ્ન થશે. રિસેપ્શનમાં હરભજનસિંહ, મહેન્દ્રસિંહ ધોનીની સાથે અન્ય ભારતીય ક્રિકેટરો આવવાની સંભાવના છે. વરુણ આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમે છે. આ અગાઉ તે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ તરફથી રમી ચૂક્યો છે. વરુણ ઝારખંડના સિંહભૂમ જિલ્લાનો વતની છે. રાગિની જમશેદપુરની કદમા વિસ્તારની રહીશ છે. વરુણ અને રાગિની બંને જમશેદપુરની લોયલા કોલેજમાં સાથે ભણતાં હતાં અને એકબીજાને બાળપણથી ઓળખે છે.

You might also like