‌રાજ્યનાં વિવિધ સંગઠનોએ હડતાળનો ઉકેલ લાવવાના પ્રયાસ હાથ ધર્યા

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશભરના ટ્રાન્સપોર્ટર્સ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઊતર્યા છે. હડતાળના પગલે કાપડબજાર, કેમિકલ, મેન્યુફેક્ચરીંગ સહિત નાના અને મધ્યમ કદના ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝને એક અંદાજ મુજબ રોજનું ૧પ થી ર૦ હજાર કરોડનું નુકસાન જઈ રહ્યું છે. આજે હડતાળ આઠમા દિવસમાં પ્રવેશી રહી છે, જેના પગલે હવે હડતાળનો સાનુકૂળ વાતાવરણમાં અંત આવે તેવું ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ ઇચ્છી રહ્યાં છે.

કાપડબજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે અમદાવાદ સહિત સુરતમાં માલ પરિવહન ઠપ થઇ જવાના કારણે રોજનું ૧પ૦૦થી ર૦૦૦ કરોડનું નુકસાન જઈ રહ્યું છે એટલું જ નહીં, સિરામિક, કેમિકલ, ફાર્માસ્યુ‌િટકલ તથા પ્લા‌િસ્ટક સેક્ટરના નાના અને મધ્યમ કદનાં એકમોને રોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ અંગે વિવિધ સંગઠનોએ ટ્રાન્સપોર્ટર્સની હડતાળનો અંત આવે તે માટે દિલ્હી જવાની ક્વાયત હાથ ધરી છે.

કાપડબજારના અગ્રણીઓ તથા ગુજરાત ચેમ્બર્સ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ટ્રાન્સપોર્ટર્સની એક સપ્તાહથી અનિશ્ચિત મુદતની હડતાળના પગલે રોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સમસ્યાનો ઉકેલ આવે તે માટે કેન્દ્રના ટ્રાન્સપોર્ટ મિ‌િનસ્ટર તથા સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવાનો તખ્તો ઘડવામાં આવી રહ્યો છે.

You might also like