મોદીના કાશીમાં પુરોહિત પણ થયા કેશલેસ

વારાણસી: ૨૨ ડિસેમ્બરે વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરવાના છે. ભાજપના કાર્યકર્તાઅોઅે ગઈ કાલે અાયોજન સ્થળ પર વિધિવત્ મંત્રોચ્ચારની વચ્ચે ભૂમિપૂજન કર્યું. અા અવસર પર કેશલેશ વ્યવહારોનો સંદેશ અાપવા માટે પુરોહિતોને પીટીએમથી દક્ષિણા અાપવામાં અાવી.

ભૂમિપૂજન કરનારા લોકોમાં જિલ્લા અધ્યક્ષ હંસરાજ વિશ્વકર્મા અને મહાનગર અધ્યક્ષ પ્રદીપ અગ્રહરી સામેલ હતા.  દક્ષિણા પ્રદેશ સહપ્રભારી સુનીલ અોઝાઅે અાપી. કાર્યક્રમ મુજબ ૨૨ ડિસેમ્બરે ડિરેકામાં બુથ સ્તરના કાર્યકર્તાઅો સાથે સંવાદ કર્યા બાદ વડા પ્રધાન ડીએચયુમાં યોજાનાર રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવમાં પણ સામેલ થશે.

અા ઉપરાંત શક્યતાઅો અે પણ છે કે તેઅો અેઅેસઅાઈસીના ૧૫૦ બેડની મોડલ હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે. અેવું પણ માનવામાં અાવી રહ્યું છે કે વડા પ્રધાન ટ્રેડ ફેસિલિટેશન સેન્ટરના મ્યુઝિયમ અને તૈયાર થઈ ચૂકેલી દુકાનોનાં પણ લોકાર્પણ કરશે. તેને ૧૫ ડિસેમ્બર સુધી તૈયાર કરવાનું લક્ષ્ય સામે રાખીને યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે. પીએમ કબીરનગરમાં અાઈપીડીએસ હેઠળ યોજાયેલાં કામનું લોકાર્પણ પણ કરી શકે છે.

ઈ-વોલેટથી ડિજિટલ થયું કાનપુરનું ગામ પચોર
કાનપુરના ગ્રામીણ અંચલ સાથે જોડાયેલા ચોબેપુર બ્લોકના પચોર ગામે નોટબંધી બાદ ડિજિટલ બનીને ઉદાહરણ રજૂ કર્યું છે. ગામના લોકો રોજિંદી ખરીદી ઇ-વોલેટ અને પેટીએમથી કરીને પોતાના ગામને કેશલેશ બનાવી રહ્યા છે. અહીં દવાથી લઈને જનરલ સ્ટોર્સ સુધી બધું ઇ-મની સાથે જોડાયેલું છે.

ચોબેપુર વિકાસ ખંડના પચોર ગામમાં ૫૩૬ પરિવારોમાં ૫૦૦૦ની વસ્તી છે. ગામના યુવાન પ્રધાન પીયૂષ મિશ્રઅે પેટીએમ કંપનીના પ્રતિનિધિઅોને બોલાવી ગામના યુવાનોને ઇ-વોલેટ સાથે જોડી દીધા. બાદમાં સ્માર્ટફોન રાખનારા પ્રત્યેક પરિવારને પેટીએમ અને જીઅો મની જેવા ડિજિટલ પેમેન્ટની લેવડદેવડ શીખવી. હવે ગામની દવાની દુકાન હોય કે જનરલ સ્ટોર દરેક જગ્યાઅે ઇ-મનીનું ચલણ શરૂ થઈ ગયું છે.

You might also like