વનીતા ગુપ્તા USમાં લીડરશિપ કોન્ફરન્સનાં પ્રથમ મહિલા પ્રમુખ

વોશિંગ્ટન: ભારતીય મૂળની અમેરિકન વનીતા ગુપ્તાની સિવિલ એન્ડ હ્યુમન રાઈટ્સની લીડર‌િશપ કોન્ફરન્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે. વનીતા ગુપ્તા ૧ જૂનથી તેમની આ નવી જવાબદારીનો કાર્યભાર સંભાળી લેશે. વનીતા ગુપ્તા આ ઓર્ગેનાઈઝેશનનાં પ્રથમ મહિલા હેડ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વનીતા ગુપ્તા અગાઉ પણ ઓબામા એડમિનિસ્ટ્રેશનમાં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના સિવિલ રાઈટ્સ ડિવિઝનના પણ હેડ રહી ચૂક્યા છે. પ્રત્યેક વ્યક્તિને જોરદાર સપોર્ટ કરવા માટે જાણીતા ૪૧ વર્ષના વનીતા ગુપ્તા હવે વેડ હેન્ડરસનનું સ્થાન લેશે. વેડ હેન્ડરસન આ હોદ્દા પર ૨૧ વર્ષથી હતા. વનીતા ગુપ્તા આ સંગઠનના સિસ્ટર ઓર્ગેનાઈઝેશન લીડર‌િશપ કોન્ફરન્સ એજ્યુકેશનના પણ હેડ બનશે.

આ જવાબદારી સંભાળવા અંગે વનીતા ગુપ્તાએ જણાવ્યું હતું કે જ્યારે આપણા દેશના આઈડિયલ્સ અને પ્રોગ્રેસને ખતરો ઊભો થઈ રહ્યો હોય ત્યારે લીડરશિપ કોન્ફરન્સ સિવિલ અને હ્યુમન રાઈટ્સ માટે ખૂબ જ સહાયભૂત થઈ શકે છે. આ આર્ગેનાઝેશન દેશભરમાં ન્યાય અને સમાનતા માટે લડી રહ્યું છે. સિવિલ અને હ્યુમન રાઈટ્સ માટે કામગીરી કરવી સરળ નથી.

વનીતા ગુપ્તાને આ જવાબદારી સોંપવા અંગે હેન્ડરસને જણાવ્યું હતું કે હવે મારે વિદાય લેવાનો સમય આવી ગયો છે અને વનીતા ગુપ્તા માટે જવાબદારી સંભાળવાનો આ સમય છે. વનીતા ગુપ્તા ટેલેન્ટેડ છે, એડ્વોકેટ છે અને તેમની પાસે સ્ટ્રેટે‌િજક વિઝન છે અને તેઓ હારે કે કંટાળી જાય તેવા એડ્વોકેટ નથી. વનીતા ગુપ્તા લીડરશિપ કોન્ફરન્સના મિશન દ્વારા એક દેશને તેના આદર્શો મુજબ તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છે.
http://sambhaavnews.com/

You might also like