અલ્હાબાદમાં વંદે માતરમ પર હંગામો, કાઉન્સીલરોએ નિગમ બેઠકનો કર્યો બહિષ્કાર

અલ્હાબાદ: અલ્હાબાદમાં વંદે માતરમને લઇને હંગામો થઇ ગયો છે. નગર નિગમની બેઠકમાં કાઉન્સીલરોએ વંદેમાતરમ ગીતને લઇને જોરદાર હંગામો કર્યો છે. કેટલાક કાઉન્સીલરોએ આ વાત પર નારાજગી વ્યક્ત કરી છે અને બેઠકની બોયકટ કરી દીધી.

હકીકતમાં ગુરુવારે નગર નિગમની બેઠક હતી. બેઠકમાં નગર નિગમના કાઉન્સીલરો પહોંચ્યા. બેઠકની શરૂઆતમાં વંદેમાતરમ ગીતની વાત સામે આવી. તે સમયે ત્યાં હાજર રહેલા કેટલાક કાઉન્સીલરોએ વિરોધ કર્યો છે. વંદેમાતરમ ના ગાવા પર બેઠકમાં ઘોંઘાટ થઇ ગયો. વંદે માતરમનો વિરોધ કરનારા કાઉન્સીલરોએ આરોપ લગાવ્યો કે જબરદસ્તીની એક નવી પ્રથા શરૂ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ત્યાં કાઉન્સીલરોની વચ્ચે લાંબો વિવાદ ચાલ્યો. ત્યાર બાદ કેટલાક કાઉન્સીલરો બેઠકની બહાર ચાલ્યા ગયા.

આ પહેલા મેરઠ નગર નિગમ બોર્ડની બેઠકમાં પણ વંદેમાતરમને લઇને વિવાદ થઇ ગયો હતો. બેઠકમાં વિપક્ષી મુસ્લિમ પાર્ષદ વંદેમાતરમ ગીત દરમિયાન સદનમાંથી ઊઠીને બહાર ચાલ્યા ગયા હતા. આ વિષયને લઇને વિપક્ષઈ પાષર્દોના વલણને જોઇને મેયર હરિકાંત અહલૂવાલિયાએ વંદેમાતરમ વિરોધ કરનાર લોકોની સભ્યતા સમાપ્ત કતરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. સાથે આવા સભ્યોએ સદનમાં નહીં બેસવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને ભાજપના સભ્યોએ પાસ કરી દીધો.

http://sambhaavnews.com/

You might also like