નોકરીની લાલચમાં પાકિસ્તાનીએ 4 યુવકોને બનાવ્યાં હતાં બંધક, 50 હજાર ચૂકવીને છોડાવાયાં

વલસાડઃ ચાર યુવકોને પાકિસ્તાનનાં શખ્સે બંધક બનાવ્યાં હોવાંની એક ઘટના સામે આવી હતી. જેમાં પાકિસ્તાનનાં અમજત ખાન નામનાં એક શખ્સે ઉમરગામનાં 4 શખ્સોનો બંધક બનાવ્યાં હતાં. આ શખ્સે યુવકનાં પરિવારજનો પાસેથી 50 હજાર રૂપિયાની માંગ કરી હતી.

ત્યાર બાદ આ પરિવારજનો દ્વારા 50 હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવતા તે યુવકોને મુક્ત કરાવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ઉમરગામમાં રહેતાં શખ્સો સપ્ટેમ્બર મહિનામાં ચંદીગઢનાં એજન્ટ સાથે કોન્ટેક્ટ કરીને મલેશિયા ગયાં હતાં. આ દરમ્યાન ચારેય યુવકોને પાકિસ્તાની યુવકે બંધક બનાવ્યાં હતાં. ત્યારે હવે આ ચારેય યુવકો પરત દિલ્હી ફર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઘણાં બધાં લોકો આ પ્રકારે વિદેશોમાં નોકરીની લાલચે જતાં હોય છે. ત્યારે આ પ્રકારે લોકો નોકરીની લાલચમાં ન છેતરાય તે માટે સાવધાની જરૂરથી રાખે. સંપૂર્ણપણે તપાસ કર્યા બાદ જ વિદેશમાં નોકરી પર જવાનો મોટો નિર્ણય લેવો એ હંમેશા ખરો નિર્ણય રહેશે.

જો કે, તેઓ કોઇ પણ જાનહાની વિના પરત વતન પહોંચી ગયાં હતાં. પરંતુ આવા સમયે તમારી સાથે કંઇ પણ ખોટું ના થાય તે માટે તમારે સાવચેત રહેવાની જરૂર છે. જેથી કોઇ પણ નાગરિકે આ રીતે નોકરીની લાલચમાં ન આવવું જોઇએ.

You might also like