વલસાડના સાંસદ સામે બળાત્કારની ફરિયાદ ન નોંધવા કોર્ટનો આદેશ

અમદાવાદ: વલસાડના ભાજપના સાંસદ કે.સી. પટેલ સામે બળાત્કારનો કેસ દાખલ કરવાની મહિલા વકીલની અરજીને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દીધી છે.  પટિયાલા હાઉસ મેટ્રો પોલિટન કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદી મહિલા પોતે આરોપોથી ઘેરાયેલી છે,તેવામાં કોર્ટ તેના પક્ષમાં ચુકાદો આપી શકે નહીં.

કોર્ટ નોંધ્યું હતું કે મહિલાએ કથિત બળાત્કાર, છેડતી અને કાવતરાં અંગેની ફરિયાદ અન્ય લોકો સામે પણ નોંધાવી હતી, પરંતુ તે અન્ય કારણસર ફરી ગયા હતા.અગાઉ કોર્ટે આરોપી મહિલાની જમાઇની અરજી પણ ફગાવી દીધી હતી. જામીન અરજીમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે પોતે બળાત્કાર પીડિતા છે અને સાંસદ એક પ્રભાવશાળી વ્યક્તિ છે માટે કોર્ટ કાર્યવાહીથી બચવા તેમણે ફરિયાદ નોંધાવી છે. મહિલાના વકીલે દલીલ કરી હતી કે આરોપી મહિલા વકીલ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતી હતી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે સાંસદે તેમને ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત માટેનું વચન આપ્યું હતું પરંતુ તેમ ન કરતાં વારંવાર તેના પર બળાત્કાર કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like