ઉમરગામમાં 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

વલસાડઃ જિલ્લાનાં ઉમરગામમાં છેલ્લાં 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. ભારે વરસાદનાં પગલે ટાઉનનાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. રસ્તાઓ પર પાણી ફરી વળતાં રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયાં હતાં અને નીચાણવાળા વિસ્તારનાં કેટલાંક ઘરોમાં પણ પાણી ઘુસ્યાં હતાં.

જો કે અત્યારે વરસાદનું જોર ઘટતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ હજુ આગામી સમયમાં જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે લોકોનાં જીવ તાળવે ચોંટી ગયાં છે. મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં ચારે બાજુ વરસાદી માહોલ છવાયો છે.

છેલ્લાં ૨૪ કલાકથી જિલ્લાનાં તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જો કે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાનાં ધરમપુર અને ઉમરગામમાં નોંધાયો છે. ઉમરગામમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૮ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં.

જેને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં. રસ્તાઓ પર પાણી ભરાતાં રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયાં હતાં. ઉમરગામ ટાઉનનાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં તો નીચાણવાળાં વિસ્તારમાં કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઇ ગયાં હતાં.

મહત્વપૂર્ણ છે કે ઉમરગામમાં ગઈ મોડી રાત્રે 8 વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે અડધી રાત્રે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં. જો કે અત્યારે વરસાદનું જોર ઘટતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે લોકોનાં જીવ તાળવે ચોંટ્યાં છે તો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાનું તંત્ર એલર્ટ પણ મોડ પર આવી ગયું છે.

You might also like