વલસાડઃ અકસ્માતમાં બે પુત્રી માતાનું મોત

વલસાડઃ સેલવાસ પોલીસ સ્ટેશન પાસે અકસ્માતમાં માતા અને બે પુત્રીના મોત નિપજ્યા છે. ટેન્કરે મોપેડને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ માતા અને બે પુત્રીઓના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ સિગ્નલ બંધ હોવાને કારણે સામ સામે વાહનો ઉભા હતા. જ્યાં અચાનક જ સિગ્નલ ચાલુ થતા ટેન્કરની સામે મોપેડ આવી જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું ટેન્કર ચાલક જણાવી રહ્યો છે. હાલ તો પોલીસે ટેન્કર ચાલકની ઘરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

You might also like