વાજપેયીના નામે નોંધાયો અનોખો રેકોર્ડ

નવી દિલ્હીઃ 2004માં એનડીએની સત્તામાંથી દૂર થયા બાદ ભાજપના સૌથી વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયી રાજનીતિમાંથી ધીમે ધીમે દૂર થતા ગયા. પરંતુ વર્ષ 2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએની સત્તા પરત આવતા વાજપેયી ફરી ફોકસમાં આવ્યા હતા. 90 વર્ષના વાજપેયી નાદુરસ્ત તબિયતને કારણે સક્રિય નથી. પરંતુ તેમના નામે અનોખો એવોર્ડ નોંધાયો છે.

બે વખત પીએમ રહી ચૂકેલા વાજપેયી એક એવા જીવિત નેતા છે કે જેમના નામ પર સૌથી વધારે સરકારી યોજનાઓ અને સંસ્થા છે. આ મામલે પૂર્વ કોંગ્રેસ પીએમ જવાહર લાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને પણ પાછળ છોડી દીધા છે. નહેરૂ-ગાંધી પરિવારના સભ્યોને મૃત્યુ પછી આ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ હતી. જો કે ગાંધી પરિવારના નામે કુલ સરકારી યોજના અને સંસ્થાઓની વાત કરીએ તો મહાત્મા ગાંધી સહિત અન્ય ભારતીય નેતાઓ કરતા વાજપેયી ઘણા આગળ છે.

ભાજપે દરેક ચૂંટણીમાં વાજપેયીના નામનો ઉલ્લેખ કર્યો છે. તે પાર્ટીમાં અન્ય નેતાઓ કરતા વિપક્ષીઓની વચ્ચે વધારે સિવાકારતા નેતા છે. મોદી સરકારે સત્તામાં આવ્યા પછી અટલના નામ પર અનેક યોજનાઓ શરૂ કરી હતી. એનડીએ શાસનમાં વાજપેયના જન્મદિવસ 25 ડિસેમ્બરને ગુડ ગર્વનેંસ ડે તરીકે ઉજવવામાં આવે છે. પીએમ પેશન યોજનાનું નામ હવે અટલ પેશન યોજના છે. ગત વર્ષે વાજપેયીએ દેશના સૌથી મોટા નાગરિક સમ્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યાં હતા. આજે અટલ પેશન યોજના એનડીએની સૌથી મોટી યોજનાઓમાંની એક છે.

You might also like