વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલન ભૈરો ખીણ માર્ગ બંધ કરાયો

કટરા: માતા વૈષ્ણોદેવીના યાત્રા માર્ગ પર ભારે વરસાદના કારણે ભૈરા ખીણ નજીક ભૂસ્ખલન થયું હતું, જોકે ભૂસ્ખલનના કારણે કોઈને ઈજા પહોંચી નથી કે કોઈ ખુંવારી થઈ નથી, પરંતુ તકેદારીનાં પગલાંરૂપે થોડા સમય માટે ભૈરો ખીણ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.

મોડી રાત સુધી મોટી પથ્થરની શિલાઓ તૂટવાનો ક્રમ ચાલુ રહ્યો હતો અને તેથી આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં ટીમ તહેનાત કરીને વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને સતર્કતા દાખવવા સૂચના આપવામાં આવી રહી છે.

દરમિયાન ખરાબ હવામાનના કારણે કટરાથી સાંજી છત વચ્ચે હેલિકોપ્ટર સેવા ખોરવાઈ ગઈ હતી અને શ્રદ્ધાઓને પદયાત્રા દ્વારા કે ઘોડા અથ‍વા ડોલી દ્વારા અવરજવર કરવી પડી હતી.

કટરામાં વરસાદ દરમિયાન જૂના માર્ગ પર વૈષ્ણોદેવી ભવન નજીક પંછી વ્યૂ પોઈન્ટની પાસે ટ્રેક પર પહાડ પરથી કાટમાળ પડતાં રસ્તો અવરોધાયો હતો. ત્યારબાદ ભૈરો ખીણ માર્ગ પર ઓમ જલપાન પોઈન્ટ નજીક પર જમીન ધસી પડી હતી. આ ઉપરાંત અન્ય ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like