વાઘોડિયાના ફલોડ ગામનાં પાણીનાં સંપમાંથી દારૂની પોટલીઓ મળતાં ચકચાર

(એજન્સી) અમદાવાદ: વાઘોડિયા તાલુકાના ફ્લોડ ગામમાં પીવાના પાણીના સંપમાં દેશી દારૂ ભરેલી પોટલીઓ મળી આવતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ સંપમાંથી પીવાનું પાણી સમગ્ર ગામમાં પહોંચે છે. ફ્લોડ ગામના આશરે ૨૦૦૦ જેટલા લોકો પીવાના પાણીના સંપમાંથી પહોંચતા પાણીનો ઉપયોગ કરે છે.

ગ્રામજનોએ વાઘોડિયા પોલીસને જાણ કરી સંપમાં પડેલી દેશી દારૂની પોટલીઓ બતાવી હતી. આ સંપમાં દેશી દારૂની પોટલીઓ નાખવાનું કૃત્ય કેટલાંક અસામા‌િજક તત્ત્વો દ્વારા કરવામાં આવ્યું હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. સંપમાં દેશી દારૂની પોટલીઓ મળી આવતાં ફ્લોડના ગ્રામજનોમાં આરોગ્ય બાબતે ભારે ભયનો માહોલ સર્જાવા પામ્યો છે.

You might also like