જીતુ વાઘાણીનાં વાઘજી બોડા પર પ્રહાર, કહ્યું,”શા માટે ચેરમેન તરીકે જવાબદારી ન નિભાવી”

ગાંધીનગરઃ નાફેડનાં ચેરમેન વાઘજી બોડા અંગે જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્વનું નિવેદન આપ્યું છે. વાઘજીભાઈ 2 વાર ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યાં છે. વાઘજીભાઈ ટંકારા કોંગ્રેસની કારોબારીમાં હતાં. CM પહેલેથી જ કહેતાં હતાં કે ખેડૂત માટે નાફેડને જવાબદારી અપાઇ છે.

ચેરમેન તરીકે વાઘજીભાઈએ શા માટે જવાબદારી ન નિભાવી. શા માટે વાઘજી ભાઈએ ફરીયાદ ન કરી. વાઘજીભાઈ કોંગ્રેસનાં નેતાઓનાં કારણે ફરીયાદ કરતા ન હતાં. મગન ઝાલાવાડિયા પડધરી કોંગ્રેસનાં પ્રમુખ રહી ચુક્યાં છે. મગન ઝાલાવાડિયાની નાફેડ સાથે સાંઠગાંઠ હતી.

કોંગ્રેસે ઉપવાસનું તરકત કર્યું તે પહેલાં જ તપાસ સોંપાઈ ગઇ હતી. ઉપવાસનું નાટક કોંગ્રેસનાં મળતિયાને બચાવવા માટે છે. કોંગ્રેસે હંમેશા ખેડૂતોનું અહિત કર્યું છે. નાફેડ સંસ્થામાં વાઘજી બોડા મુદ્દે રજૂઆત કરાશે. જવાબદારો સામે ફોજદારી પગલાં લેવા CMને રજૂઆત કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે મગફળી કૌભાંડ મામલે સતત વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે નાફેડનાં ચેરમેન વાઘજી બોડાએ કૃષિમંત્રી અને સરકાર સામે આક્ષેપ કર્યા છે. ટંકારા તાલુકા કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠકમાં વાઘજી બોડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં.

આ દરમ્યાન તેઓએ જણાવ્યું કે, કૃષિમંત્રી નાફેડ સામે આક્ષેપ કરે છે પરંતુ તેમની સાથે આનો અભ્યાસ નથી. નાફેડને માત્ર મગફળી ખરીદવાનું જ કામ સોંપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આ બાબતે તપાસ કરાવવી જોઈએ. સરકારે નાફેડ પર પણ કેસ કરવો જોઇએ. ગુજકોમાસોલનાં ચેરમેન અને મુખ્યમંત્રી વચ્ચે મનમેળ ન હોવાંને કારણોસર ફડચામાં ગયેલી મંડળીઓને ખરીદીનું કામ સોંપવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે નાફેડનાં ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજકોટમાં થયેલા મગફળીકાંડ મુદ્દે નિવેદન આપતા વાઘજી બોડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. નાફેડની જવાબદારી મોટી હોવાનું જણાવીને તેઓએ રાજીનામું આપ્યું છે.

You might also like