આશાવર્કરનો આત્મહત્યાનો પ્રયાસ : 200થી વધારે મહિલાઓની અટકાયત

ગાંધીનગર : ગાંધીનગરમાં આજે એખ સાથે ત્રણ રેલી યોજાઇ હતી. જેના કારણે શહેરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. આશાવર્કરોની સરકારી વિરોધી રેલીના પગલે જડબેસલાક નાકાબંધી કરવામાં આવી હતી. ગિફ્ટ સર્કલ પાસેથી 200 જેટલી આશાવર્કર બહેનોને ડિટેન કરાઇ હતી. પોલીસ એકેડેમી ખાતે લઇ જવાઇ હતી. જ્યારે એક આશાવર્કર મહિલાએ ધાબા પરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લોકોની સમજાવટ બાદ મહિલાને ધાબા પરથી ઉતારાઇ હતી.

સમાન કામ અને સમાન વેતનમુદ્દે આજે સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. જો કે રેલી અને સભાની મંજુરી નહી મળતા એકઠા થયેલા કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી. 400 જેટલા આઉટ સોર્સિંગના કર્મચારીઓ આજે સમાન કામ સમાન વેતનનાં મુદ્દે રેલી કાઢીને મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા.

જો કે આંગણવાડી અને આશાવર્કર બહેનોની પણ પોલીસે અટકાયત કરી લીધી હતી. અમદાવાદ જિલ્લાનાં બાવળા તાલુકાનાં બગોદરા પોલીસે PHC આશા હેલ્થ વર્કરની 11 બહેનોની અટકાયત કરી. તમામ બહેનો માથા પર કાળી પટ્ટી બાંધીને બગોદરાથી ગાંધીનગર જવા નીકળ્યા હતા. બગોદરાથી પોલીસે પેસેન્જર વાહનમાં જઇ રહેલી મહિલાઓની અટકાયત કરી હતી.

You might also like