વડોદરાઃ પોલીસે કાઢ્યો નવો ટ્રેન્ડ, આરોપીને કૂકડો બનાવતો વીડિયો વાયરલ

વડોદરાઃ શહેર પોલીસે હવે આરોપીઓ સામે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે ખંડણી, હત્યા અને અપહરણ સહિતનાં અનેક ગુનામાં સંડોવાયેલો આરોપી એવો અસલમ બોડીયાને પોલીસે પોલીસ સ્ટેશનમાં જ કૂકડો બનાવ્યો. ઉલ્લેખનીય છે કે, ગેંગવોર હુમલામાં પણ અસલમનું અનેક વાર નામ સામે આવ્યું છે.

ત્યારે અજુ કાણીયા બાદ અસલમ બોડીયાને પણ પોલીસે કૂકડો બનાવ્યો છે. ત્યારે મહત્વનું છે કે આ કૂકડો બનાવેલો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. તો પોલીસની આ કામગીરીને વડોદરાવાસીઓએ પણ વખાણી હતી.

ઘણી વખત પોલીસ કર્મીઓ આરોપીઓને હાથકડી પહેરાવીને કે દોરડા બાંધીને જાહેરમાં તેઓ આરોપીઓનાં સરઘસ નીકાળતા હોય છે. તેની પર હાઈકોર્ટે ટીકા કરી હતી. ત્યારે પોલીસ વિભાગે હવે નવો રસ્તો અપનાવ્યો છે.

વડોદરામાં કુખ્યાત આરોપીઓ પાસે કુકડેકુક બોલાવવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. કુખ્યાત અસલમ બોડીયાને શહેર પોલીસે કૂકડો બનાવ્યો હતો. પોલીસે તેણે કુકડેકુક બોલીને કૂકડો હોવાનું કબૂલાવ્યું હતું. અગાઉ 3 ખંડણીખોરો પણ કુકડેકુક બોલતાં હોવાનો વિડીયો સામે આવી ચુક્યાં છે.

You might also like