સ્વામીનારાયણ સંસ્થાના સંતનું કેનેડામાં ગુજરાતી યુવકતી સાથે દુષ્કર્મ

અમદાવાદઃ વડોદરા નજીક આવેલા સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના કેનેડામાં આવેલા મંદિરના સ્વામી સુજ્ઞયદાસે ગુજરાતી યુવતી પર બળાત્કાર કર્યો હોવાની ફરિયાત યુવતીએ ટોરેન્ટોમાં નોંધાવી છે. આ વિવાદને કારણે સોખડા મંદિર વિવાદમાં સપડાયું છે. સોખડા સંચાલિત કેનેડાના આ મંદિરમાં માનસિક ડિપ્રેશનમાં રહેતી યુવતી હરિપ્રસાદ સ્વામી પાસે માર્ગદર્શન લેવા આવી હતી. જેનો લાભ લઇને સુજ્ઞય સ્વામીએ હરિ પ્રસાદ સ્વામીને મેળવી આપવાની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

જોકે આ વિવાદ બાદ સુજ્ઞય સ્વામીએ ભગવા ઉતારી દીધા છે અને સાંસરિક જીવનમાં પરત ફર્યા છે. જોકે આખા વિવાદમાં સંખેડા મંદિર સપડાયું છે. મંદિરમાં ધર્મના નામે ચાલતી પાપ લીલા બહાર આવી છે. સાથે જ પીડિતાના પરિવારની સ્વામી હરિપ્રસાદને રજૂઆત કરતી એક ઓડિયો ક્લીપ પણ વાયરલ થઇ છે. જેમાં પીડિતાના પિતા અન્ય વ્યક્તિ અને સ્વામી હરિપ્રસાદ વાત કરી રહ્યાં છે. જોકે આ ઓડિયો ક્લીપમાં હરિપ્રસાદ સ્વામીનો ઓડિયો ઘણો અસ્પષ્ટ છે.

http://sambhaavnews.com/

You might also like