વડોદરાઃ કારનાં હપ્તા બાકી રહેતા ફાયનાન્સ કંપનીનાં કર્મચારીઓની દાદાગીરી, વૃદ્ધનું મોત

વડોદરાઃ શહેરનાં નંદેસરી ગામમાં ફાઈનાન્સ કંપનીનાં કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે. ફાઈનાન્સ કંપનીનાં કર્મચારીઓએ નંદેસરી ગામમાં એક વૃદ્ધ કાર ચાલકની કારને રોકી હતી અને તેમની સાથે મારઝુડ કરી હતી. મારઝુડ બાદ વૃદ્ધ રાજકુમાર શર્માનું મોત નિપજ્યું હતું.

કારનાં હપ્તા બાકી હોવાંથી ફાઈનાન્સ કંપનીનાં કર્મચારીઓ દ્વારા પઠાણી ઉઘરાણી અને દાદાગીરી કરવામાં આવતી હતી. આ તમામ કર્મચારીઓ કારમાં આવ્યાં હતાં અને મારઝુડ બાદ કાર લઈને ફરાર થઈ ગયાં હતાં. તેમજ મૃતક રાજકુમાર શર્મા એ મૂળ ઉત્તરપ્રદેશનાં રહેવાસી છે અને અહીં તેઓ રોડ લાઈન્સનો વ્યવસાય કરતાં હતાં.

કારનાં હપ્તા ન ભરતાં એક વૃદ્ધને માર મારવાની ઘટનાનાં રાજ્યમાં ભારે ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. કોર્ટનાં સ્પષ્ટ એવાં આદેશ છે કે, ફાયનાન્સ કંપનીઓ મારામારી ન કરી શકે. આ અંગે બેંકોને પણ ગાઈડલાઈન અપાઈ છે. બેંકનાં પૈસા વસૂલ કરવા માટે ગુંડાઓ મોકલીને દાદાગીરી પણ ન કરી શકો.

જેથી મહત્વનું છે કે આ બાબતે પોલીસ હવે કડક કાર્યવાહી કરી શકે છે. જો કે પીએમમાં વૃદ્ધને માર મારવાથી મોત થવાનું જો બહાર આવશે તો ફાયનાન્સ કંપની હલવાઇ શકે છે. હાલમાં હપ્તા ન ભરવા જેવી બાબતમાં વૃદ્ધનું મોત નિપજાવાની ઘટનાએ તો સમગ્ર શહેરમાં ભારે આક્રોશનો માહોલ ઉભો કર્યો છે.

You might also like