વડોદરામાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ, મહિલા સહિત 200ની અટકાયત

વડોદરાઃ  વડોદરા ખાતે એક ફાર્મહાઉસમાં  રિગંસેરેમનીના નામે હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં  દારૂની મહેફિલ જામી હતી.  વડોદરાના ભીમપુરા પાસેના અખંડ ફાર્મ હાઉસમાં જામેલી દારૂની મહેફિલમાં પોલીસે રેડ પાડીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે 200થી વધુ ઉધોગપતિ, વેપારીઓ સહિતના મોટા માથાંઓને ઝડપી પાડ્યા છે. આ મહેફિલમાં 70 જેટલી મહિલાઓ પણ હાજર હતી. રાજયમાં દારૂબંધી વધુ કડક બનાવ્યા બાદ જિલ્લા પોલીસે આ અંગે પ્રથમ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ફાર્મ હાઉસના માલિક અને મોટા ગજાના ઉઘોગપતિ જિતેન્દ્ર શાહની પૌત્રીની સગાઇ નિમિત્તે દારૂની મહેફિલમાં ઇમ્પોર્ટેડ સ્કોચ અને બિયરનો જથ્થો મહેમાનો માટે રખાયો હતો.

પોલીસને દારૂની મહેફિલ અંગે બાતમી મળતા 50થી વધુ પોલીસ કર્મચારીઓને ગત રાત્રે ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા. જ્યાં 70 મહિલા સહિત 200 લોકો હાજર હતા. જ્યારે 10થી 15 પેટી વિદેથી દારૂની બોટલો પણ હતી. અહીં મોટાભાગના લોકોએ દારૂ પીધેલો હતો. પોલીસે આ તમામની અટકાયત કરીને દારૂનો જથ્થો જપ્ત કરી લીધો હતો. આ મહેફિલમાં વડોદરાના મોટા ઉદ્યોગપતિઓ અને નામાકિંત વેપારીઓ હાજર હતા.  થર્ટી ફર્સ્ટ પહેલાં પોલીસે મોટી હાઇપ્રોફાઇલ પાર્ટીનો ભાંડો ફોળ્યો છે. ત્યારે ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટના રોજ પાર્ટીના આયોજન કરનાર માટે આ કાર્યવાહી ચેતવણી રૂપ છે. કાયદાનો ભંગ કરનાર કોઇને બક્ષવામાં નહીં આવે. તમામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાશે. હાલ તો પોલીસ દારૂની મહેફિલ માટે આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ કરી રહી છે.

home

You might also like