નોટબંધીનાં એક વર્ષ બાદ વડોદરાનું કોયલી ગામ બન્યું ડિજીટલ

વડોદરાઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશને ડીજીટલ બનાવવા માટે અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ નોટબંધી બાદ એક વર્ષ પૂર્ણ થતાં વડોદરાનું કોયલી ગામ હવે ડીજીટલ બની ગયું છે. આ ગામમાં દરેક વેપારીઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવે છે. આ ગામનાં લોકો દ્વારા 80 ટકાથી પણ વધુ ચેકથી વ્યવહાર કરવામાં આવે છે. લોકોએ પીટીએમ, ઓનલાઈન ટ્રાન્ઝેકશન જેવા ઉપાયો અપનાવ્યા છે. એટલે કે આ ગામમાં લોકો દ્વારા ડીજીટલ વ્યવહાર કરવામાં આવે છે.

વેપારીઓ ગામનાં લોકો સાથે ઓનલાઇન પેટીએમથી વ્યવહારો કરે છે. ગામનાં લોકોએ પેટીએમ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન જેવાં ઉપાયો અપનાવ્યાં છે ને સાથે 80 ટકા લોકો ચેકથી વ્યવહાર કરતા થયા છે. આ ગામમાં દરેક નાગરિક ઓનલાઈન બેંકિંગથી જોડાયેલ છે. આ ગામમાં દૂધ મંડળી હોય કે સહકારી મંડળી હોય કે પછી ગ્રામ પંચાયત પણ તમામ સંસ્થાઓને નેટ બેંકિંગથી જોડવામાં આવી છે. હાલમાં આખા ગામનાં વેપારીઓ દ્વારા પેમેન્ટ કરવા અને લેવા માટે માત્ર ઓનલાઈન પેમેન્ટનો જ ઉપયોગ કરવામાં આવે છે.
જેથી આ ગામ ડીજીટલ બન્યું છે.

You might also like